BBC Documentary: 'PM મોદી પર બનેલી ડોક્યુમેન્ટરી અપમાનજનક, BBC વિવાદ પર ભડક્યા બ્રિટનના સાંસદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી BBC ડોક્યુમેન્ટરીનો વિવાદ ખત્મ થવાનું નામ નથી લઈ રહ્યો.
UK MP On BBC Documentary: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી BBC ડોક્યુમેન્ટરીનો વિવાદ ખત્મ થવાનું નામ નથી લઈ રહ્યો. હવે યુકેના અન્ય એક સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું છે. યુકેના સાંસદ રોબર્ટ બ્લેકમેને ડોક્યુમેન્ટરી 'ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન'ને લઈને BBC પર જ સવાલો ઉઠાવ્યા છે.
બ્લેકમેને બુધવારે (15 ફેબ્રુઆરી) જયપુરમાં મોદી સરકારનો બચાવ કરતા આ ડોક્યુમેન્ટરીને અપમાનજનક ગણાવી હતી. યુકેના સાંસદ રોબર્ટ બ્લેકમેને કહ્યું હતું કે બીબીસી ડોક્યુમેન્ટરીમાં મુદ્દાઓને અતિશયોક્તિથી રજૂ કરવામાં આવી છે.
બ્રિટિશ સાંસદો ડોક્યુમેન્ટરી પર ગુસ્સે થયા
યુકેના સાંસદ રોબર્ટ બ્લેકમેને જયપુરમાં કહ્યું હતું કે “બીબીસીની ડોક્યુમેન્ટરી કટાક્ષ અને અપમાનથી ભરેલી છે. મેં ડોક્યુમેન્ટરીના બંને ભાગ જોયા છે. આ જોઈને મારું લોહી ઉકળી ઉઠ્યું. મને લાગે છે કે બીબીસીએ આવી પ્રવૃત્તિઓમાં સામેલ ન થવું જોઈએ. દેશમાં શું બતાવી શકાય અને શું ન કરી શકાય તે નક્કી કરવાનો અધિકાર ભારત સરકારને છે.
બીબીસી ઑફિસમાં થયેલા સર્વે વિશે શું?
રોબર્ટ બ્લેકમેને કહ્યું કે ભારતમાં બીબીસી ઓફિસો પર ઈન્કમ ટેક્સની તપાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની ડોક્યુમેન્ટરી સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે ભારતમાં બીબીસી ઓફિસ પર દરોડાનો આ ડોક્યુમેન્ટરી સાથે કોઈ સંબંધ નથી". આવકવેરા વિભાગના 15 અધિકારીઓની ટીમે મંગળવારે દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસમાં સર્વે કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તપાસ આંતરરાષ્ટ્રીય કરવેરા અને ટ્રાન્સફર પ્રાઇસિંગ અનિયમિતતાના આરોપો સાથે સંબંધિત હતી.
બૉબ બ્લેકમેને પણ ટીકા કરી હતી
આ પહેલા બ્રિટિશ સંસદના સભ્ય બૉબ બ્લેકમેને પીએમ મોદી પરની બીબીસી ડોક્યુમેન્ટરીની આકરી ટીકા કરી હતી. તેમણે ડોક્યુમેન્ટરીને અપમાનજનક પણ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે બીબીસીની ડોક્યુમેન્ટરી એકતરફી હતી અને ગોધરા ટ્રેન કાંડમાં હિન્દુઓને નિશાન બનાવવાની અવગણના કરી હતી. આને માત્ર ગુજરાતના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી પર દ્વેષપૂર્ણ કૃત્ય તરીકે જ જોઈ શકાય છે.
US On BBC : BBC પર કાર્યવાહી મામલે અમેરિકાની ભારતને 'સલાહ'
BBC Office : બીબીસી ઈન્ડિયા સામે આવકવેરા વિભાગના 'સર્વે અભિયાન' વચ્ચે અમેરિકાએ પહેલીવાર નિવેદન આપ્યું છે. અમેરિકાએ આ મામલે કહ્યું છે કે, તે પ્રેસની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ધાર્મિક સ્વતંત્રતાના સાર્વત્રિક અધિકારોના મહત્વને સમર્થન કરે છે. તે ભારત સહિત વિશ્વભરમાં 'લોકશાહીનો આધાર' છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે આ નિવેદન કથિત કરચોરીની તપાસના ભાગરૂપે દિલ્હી અને મુંબઈમાં બીબીસીના કાર્યાલયો અને અન્ય બે સંબંધિત સ્થાનો પર આવકવેરા વિભાગે 'સર્વે ઓપરેશન' શરૂ કર્યાના એક દિવસ બાદ આપ્યું હતું.
બીસીસીની દિલ્હી અને મુંબઈની ઓફિસોમાં આઈટીની આ કાર્યવાહી આજે બીજા દિવસે પણ યથાવત રહી હતી. પ્રાઇસે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, અમે દિલ્હીમાં બીબીસી ઓફિસમાં ભારતીય કર સત્તાવાળાઓ દ્વારા કરાયેલી કાર્યવાહીથી વાકેફ છીએ. તમારે આ અંગે માહિતી મેળવવા માટે ભારતીય સત્તાવાળાઓ પાસે જવું જોઈએ. પ્રાઇસે કહ્યું હતું કે, અમે વિશ્વભરમાં મુક્ત પ્રેસના મહત્વને સમર્થન આપીએ છીએ. અમે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને માનવ અધિકાર તરીકે ધર્મ અને માન્યતાની સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂકીએ છીએ જે વિશ્વભરમાં લોકશાહીને મજબૂત કરવામાં ફાળો આપે છે. તેનાથી અહીં આ દેશમાં લોકશાહી મજબૂત થઈ છે. તેનાથી ભારતની લોકશાહી મજબૂત થઈ છે