શોધખોળ કરો
પાકિસ્તાનમાં સૂફી દરગાહની બહાર મોટો બ્લાસ્ટ, ત્રણના મોત, 18 ઘાયલ
આ દરગાહમાં દાતા ગંજ બખ્શનું સ્થાન છે. માહિતી અનુસાર, તે આ જગ્યાએ 11મી સદીમાં રહેતા હતા

લાહોરઃ પાકિસ્તાનના લાહોર શહેરમાં પ્રખ્યાત સૂફી દરગાહ, દાતા દરબારની બહાર બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં અત્યાર સુધી જે કંઇપણ જાણકારી બહાર આવી છે, તે મુજબ તેમાં ત્રણ જવાનોના માર્યા જવાના અને 18 લોકો ઘાયલ થવાના સમાચાર છે. ઘટનાની જાણકારી પાકિસ્તાની મીડિયા દ્વારા આપવામાં આવી છે.
ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. લોકોમાં અફડાતફડી મચી ગઇ છે. પોલીસે ઘટનાસ્થળને બેરિકેડિંગ કરી દીધુ છે. મામલાની તપાસ પણ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, દાતા દરબાર દક્ષિણ એશિયાની એક પ્રખ્યાત સૂફી દરગાહ છે. અહીં અનેક જગ્યાએથી લોકો પ્રાર્થના કરવા આવે છે.
આ દરગાહમાં દાતા ગંજ બખ્શનું સ્થાન છે. માહિતી અનુસાર, તે આ જગ્યાએ 11મી સદીમાં રહેતા હતા.
વધુ વાંચો
Advertisement





















