શોધખોળ કરો
Advertisement
અફઘાનિસ્તાનઃ રાષ્ટ્રપતિ અશરફ ગનીના શપથ સમારોહ પાસે અનેક વિસ્ફોટ અને ફાયરિંગ
વિસ્ફોટનો અવાજ સાંભળતા જ શપથ સમારોહમાં દોડધામ મચી ગઇ હતી. રાષ્ટ્રપતિ ગનીના સુરક્ષા અધિકારીઓએ તેમને ઘેરી લીધા હતા.
કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એ સમયે મોટો વિસ્ફોટ થયો જ્યારે અશરફ ગની સતત બીજી વાર રાષ્ટ્રપતિ પદના શપથ લઇ રહ્યા હતા. શપથ સમારોહથી થોડેક દૂર સતત અનેક વિસ્ફોટ થયા અને ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળતા જ શપથ સમારોહમાં દોડધામ મચી ગઇ હતી. રાષ્ટ્રપતિ ગનીના સુરક્ષા અધિકારીઓએ તેમને ઘેરી લીધા હતા. જોકે, ગનીએ ત્યાં હાજર લોકોની હિંમત વધારતા પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું.
રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યુ કે, અમે વિસ્ફોટથી ડરવાના નથી. જો અફઘાનિસ્તાનને મારા બલિદાનની જરૂર છે તો હું પોતે બલિદાન આપવા માટે તૈયાર છું. જ્યારે વિસ્ફોટ બાદ અફઘાનિસ્તાનની પ્રથમ મહિલા અને રૂલા ગની પણ લોકોની હિંમત વધારતા જોવા મળ્યા હતા. બીજી તરફ અશરફ ગનીના હરીફ અબ્દુલ્લા અબ્દુલ્લાએ પણ પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. રાષ્ટ્રપતિ પદ પર બંન્ને દાવેદારો સામસામે આવી જતાં તાલિબાન સાથેની વાર્તાની યોજના ખતરામાં પડી છે. ગયા વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બંન્ને ઉમેદવારો વચ્ચે વિવાદ છે કે વાસ્તવમાં જીત કોની થઇ છે.#WATCH Afghanistan: Multiple explosions reported during President #AshrafGhani's oath taking ceremony in Kabul. pic.twitter.com/8N7aYrdAuS
— ANI (@ANI) March 9, 2020
Blast and firing reported during President Ashraf Ghani oath taking ceremony in Kabul: Pajhwok Afghan News #Afghanistan (file pic) pic.twitter.com/xHCJ19t1pb
— ANI (@ANI) March 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion