શોધખોળ કરો
Advertisement
બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનશે બોરિસ જોનસન
ટનના નવા પ્રધાનમંત્રી તરીકે બોરિસ જોનસના નામની જાહેરાત કરવામાં આવી છે. થેરેસા મેના સ્થાન પર બ્રિટનના નવા પીએમ તરીકે શપથ લેશે. બોરિસ જોનસને જેરેમી હંટને પછાડી પીએમ પદ મેળવ્યું.
લંડન: બ્રિટનના નવા પ્રધાનમંત્રી તરીકે બોરિસ જોનસનના નામની જાહેરાત કરવામાં આવી છે. થેરેસા મેના સ્થાન પર બ્રિટનના નવા પીએમ તરીકે શપથ લેશે. બોરિસ જોનસને જેરેમી હંટને પછાડી પીએમ પદ મેળવ્યું. જોનસનની જીત પહેલાથી જ નક્કી માનવામાં આવી રહી હતી. લંડનના પૂર્વ મેયર બોરિસ જોન્સનને વડા પ્રધાન માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. બોરિસ જોનસન ક્લિવ સાઉથની વેલ્સ સીટ પરથી કન્ઝર્વેટિવના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.
55 વર્ષના જોનસન બુધવારે સાંજે બ્રિટેનના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. ચૂંટણી જીતતા જોનસને પ્રથમ પ્રતિક્રિયામાં કહ્યું, હું દેશને જોડવા માટે કામ કરીશ. જોનસનને 92,153 વોટ મળ્યા જ્યારે તેમના પ્રતિસ્પર્ધક જેરેમી હંટને 46,656 વોટ મળ્યા હતા.
બ્રિટનના કાર્યકારી પ્રધાનમંત્રી થેરેસા મેએ 7 જૂનના પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. થેરેસા મેએ આ રાજીનામુ બ્રેગ્જિટ કરારમાં પોતાની પાર્ટીને નહી મનાવી શકવાના કારણે આપ્યું હતું. 7 જૂનના થેરેસા મેએ કન્ઝર્વેટિવ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી પણ રાજીનામું આપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement