Nubia Cristina Braga: ઇન્સ્ટાગ્રામની સુપરસ્ટાર ગર્લની ગોળી મારીને હત્યા, ઘરમાંથી જ મળી લોહીથી લથપથ લાશ
આ આખી ઘટનામાં બુકાનીધારી હત્યાઓની ઓળખ અને તેની મંશા હજુ પણ ખબર નથી પડી શકી. જોકે પોલીસે હવે હત્યાની તપાસ શરૂ કરી દીધી છે.
Brazilian Influencer Shot Dead: બ્રાઝિલની લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લૂએન્જર (Instagram Influencer)ની તેના જ ઘરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે, હત્યાનો આરોપ બે લોકો પર લાગ્યો છે, હત્યાને અંજામ આપ્યા બાદ બન્ને લોકો ત્યાંથી બાઇક લઇને ફરાર થઇ ગયા છે. 23 વર્ષી નૂબિયા ક્રિસ્ટીના બ્રાગા (Nubia Cristina Braga)ના ઇન્સ્ટાગ્રામ પર 60 હજાર ફોલોઅર્સ હતા, તેની લાશ બ્રાઝિલમાં પોતાના ઘરે લોહીથી લથપથ મળી આવી હતી.
લોહીથી લથપથ મળી બ્રાગાની લાશ -
ન્યૂ યોર્ક પૉસ્ટ અનુસાર, હત્યાની ઠીક પહેલા નૂબિયા ક્રિસ્ટીના બ્રાગા સલૂનમાં ગઇ હતી, અને પરત આવવાના સમયે થોડાક સમય બાદ બે લોકો ઘરે બાઇક લઇને આવ્યા, અને તેના ઘરમાં ઘૂસી ગયા હતા. તેમને અંધાધૂંધ ફાયરિંગ કરી દીધુ હતુ. હત્યાને અંજામ આપીને તે ઘટનાસ્થળ પરથી ફરાર થઇ ગયા અને બાદમાં અધિકારીઓ પહોંચ્યા હતા, રાત્રે 9 વાગે નૂબિયા ક્રિસ્ટીના બ્રાગા લોહીથી લથપથ મૃત હાલતમાં મળી હતી.
આ આખી ઘટનામાં બુકાનીધારી હત્યાઓની ઓળખ અને તેની મંશા હજુ પણ ખબર નથી પડી શકી. જોકે પોલીસે હવે હત્યાની તપાસ શરૂ કરી દીધી છે. આની સાથે જ પોલીસે સ્થાનિક લોકોને પણ અપીલ કરી છે કે તે આ મામલામાં સંબંધિત કોઇપણ જાણકારી હોય તો પોલીસને આપે.
View this post on Instagram
બ્રાઝિલના સમાચાર પૉર્ટલ G1 અનુસાર, નૂબિયા ક્રિસ્ટીના બ્રાગાની હત્યા બાદ તેના પરિવાર અને સંબંધીઓ આઘાતમાં છે, તેઓ હજુ સવાલોના જવાબ શોધી રહ્યાં છે કે નૂબિયા ક્રિસ્ટીના બ્રાગાની હત્યા કેમ કરવામાં આવી અને કોણે કરી. નૂબિયા ક્રિસ્ટીના બ્રાગા પરિવારજનોએ ક્લાઉડિયા મેનેજીસને બતાવ્યુ કે, નૂબિયા ક્રિસ્ટીના બ્રાગાની સાથે એવુ શું થયુ કે તેની હત્યા કરી દેવામા આવી, નૂબિયાની માં દવાઓ પર અત્યારે જીવી રહી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram