Video: મુસાફરોથી ખીચોખીચ ભરેલું વિમાન નીચે ઉતરી રહ્યું હતુ, વરસાદ ચાલુ થઇ ગયો ને અચાનક લપસ્યુ, જુઓ કંપારી છોડાવી દેનારો વીડિયો
પ્લેન લપસી જવાની ઘટના પેસેન્જરના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પ્લેન રનવે પરથી લપસી જતાં મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી.
Brazil Plane Skid Off Runway: ફરી એકવાર પ્લેન દૂર્ઘટના ટળી હોવાની ઘટના સામે આવી છે, બ્રાઝિલમાં એક પ્લેન ભીના રનવે પર ઉતર્યા બાદ લપસી ગયું. આ ખતરનાક ઘટના બુધવાર (12 જુલાઈ) ના રોજ બની હતી, અહીં LATAM એરલાઈન્સની ફ્લાઈટ નંબર LA 3300 લગભગ 9:20 વાગ્યે સાઓ પાઉલો-ગુઆરુલહૉસ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ ફ્લૉરિઆનોપૉલિસ-હર્સિલિયો લૂઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવી હતી.
પ્લેન લપસી જવાની ઘટના પેસેન્જરના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પ્લેન રનવે પરથી લપસી જતાં મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી. પ્લેનમાં બેઠેલા તમામ મુસાફરોએ બૂમો પાડવાનું શરૂ કર્યું. વાયરલ પ્રેસના રિપોર્ટ અનુસાર, વીડિયો ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્લેનની બહાર વરસાદ પડી રહ્યો હતો અને રનવે એકદમ ભીનો થઈ ગયો હતો.
પ્લેનમાં સવાર મુસાફરો બૂમાબૂમ કરતાં રહ્યાં -
પ્લેન સાથે જોડાયેયા વીડિયો રેકૉર્ડિંગમાં એરબસ 321 રનવેની ડાબી બાજુએ સાઇડમાં પિચિંગ કરતી અને ઘાસવાળા વિસ્તાર તરફ સરકતું જોઇ શકાય છે. પ્લેનના રિવર્સ થ્રસ્ટર્સ કથિત રીતે એક્ટિવ હતા. પ્લેનની જમણી બાજુ રનવેના હાર્ડ ભાગ સાથે અથડાતાં પ્લેનમાં સવાર મુસાફરો બૂમાબૂમ કરવા લાગ્યા હતા, તેમની બૂમો સંભળાઇ હતી, આ પછી લેન્ડિંગ વ્હીલમાંથી એક ફૂટપાથમાં ફસાઈ ગયું હતુ.
Passenger films moment LATAM Flight LA3300 slid off the runway yesterday at Florianópolis Airport. pic.twitter.com/epzr1mucBg
— Breaking Aviation News & Videos (@aviationbrk) July 13, 2023
ઉલ્લેખનીય છે કે, રનવેની બૉર્ડર પર ઉપયોગમાં લેવાતી વસ્તુઓ કથિત રીતે રનવેની પટ્ટી કરતા નરમ હોય છે. રનવે પરના ઘાસવાળા વિસ્તારમાં અથડાયા બાદ પ્લેનનું આગળનું વ્હીલ અટકી ગયું હતું.
ઇમર્જન્સી સર્વિસને બોલાવવામાં આવી -
પ્લેન રનવે પરથી સરકી જતાં તાત્કાલિક ઇમરજન્સી સર્વિસને બોલાવવામાં આવી હતી. મોબાઈલ સીડીઓની મદદથી મુસાફરો પ્લેનમાંથી બહાર નીકળ્યા. ફૂટેજમાં મુસાફરોને સુરક્ષિત રીતે ઉતરતા બતાવવામાં આવ્યા હતા કારણ કે ઇમર્જન્સી સર્વિસના અધિકારીઓ સાથે હતા. ખતરનાક લેન્ડિંગ હોવા છતાં કોઈને ઈજા થઈ નથી. LATAM એ લેટિન અમેરિકાની અગ્રણી એરલાઇન્સમાંની એક છે.
એરલાઇન્સ બ્રાઝિલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે જણાવીએ છીએ કે ફ્લાઇટ નંબર LA3300 ના તમામ 172 મુસાફરો અને 7 ક્રૂ સભ્યોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા અને તબીબી ટીમ દ્વારા મૂલ્યાંકન કર્યા પછી મુક્ત કરવામાં આવ્યા હતા."