શોધખોળ કરો
Advertisement
બ્રાઝીલ: જેલમાં બે જૂથ વચ્ચે મારામારી, 25 કેદીઓના મોત
સાઓ પોલો: સુદૂર ઉત્તરી બ્રાઝીલની એક જેલમાં બે જૂથ વચ્ચે મારામારી થતા આશરે 25 કેદીઓના મૃત્યું નિપજ્યા છે. એક સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર રોરૈમાં રાજ્યની રાજધાની બોઆ વિસ્તાની જેલમાં થયેલી લડાઈમાં આ કેદીઓના મૃત્યું નિપજ્યા છે. મૃત્યું પામેલા કેદીઓમાં સાત લોકોના માથાવાઢી નખાયા હતા, જ્યારે છ કેદીઓ બળી જવાના કારણે મૃત્યું પામ્યા છે. એગ્રીકોલા દે મોન્તો ક્રિસ્તો જેલની એક શાખામાં કેદીઓની બીજી શાખામાં જવાના ઝઘડામાં આ ખૂની ખેલ ખેલાયો હતો. રોરૈમા રાજ્યના ન્યાય સચિવ ઉજિલ કાસ્ત્રોએ જણાવ્યું કે આ લડાઈ કેદીઓના પરિવારજનાનો મળવા સમયે થઈ હતી. કેદીના પરિવારના આશરે 100 પરિજનોને થોડીવાર માટે બંધક પણ બનાવાયા હતા.
દંગા કરવાવાળાએ માંગ કરી હતી કે તેની માંગ સાંભળવા માટે ન્યાયધિશને બોલાવવામાં આવે. સ્પેશ્યલ ઓપરેશન પોલીસ દ્વારા છાપો મારી બંધક બનાવેલા લોકોને છોડાવવામાં આવ્યા હતા અને સાંજ સુધીમાં સ્થિતિ કાબૂમાં કરી હતી. કાસ્ત્રોએ જણાવ્યું કે બંધક બનાવેલાને છોડી દેવામાં આવ્યા છે. જેમાંની મોટાભાગની સ્ત્રીઓ હતી. આ જેલ રિયો ડિ જેનેરિયોથી આશરે 3,400 કિલોમીટર પશ્ર્વિમમાં વેનેજુએલાની સીમા રાજ્યમાં સ્થિત છે. હાલ પોલીસ અને રાજ્યના અધિકારીઓએ પત્રકારોને કોઈપણ પ્રકારનો જવાબ નથી આપ્યો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement