(Source: ECI/ABP News/ABP Majha)
BRICS Summit: BRICS ના મંચ પર પડ્યો હતો તિરંગો, પીએમ મોદીની નજર પડીને પછી કર્યુ આમ, જુઓ વીડિયો
BRICS: પીએમ મોદીએ તિરંગો ઉપાડ્યો અને પોતાની પાસે રાખ્યો. પીએમ મોદીને જોઈ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ પણ આવું જ કંઈક કર્યું.
PM Modi at BRICS Summit: દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BRICS સમિટ ચાલી રહી છે. દરમિયાન, બુધવાર (23 ઓગસ્ટ) ના રોજ ગ્રુપ ફોટો દરમિયાન, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમીન પર ભારતીય તિરંગો જોયો, ત્યારે તેમણે તેના પર પગ ન મૂકવાની ખાતરી કરી. પીએમે તિરંગો ઉપાડ્યો અને પોતાની પાસે રાખ્યો. પીએમ મોદીને જોઈ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ પણ આવું જ કંઈક કર્યું.
આ પછી પીએમ મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે ફોટોગ્રાફ્સ પડાવ્યા. PM બુધવારે જોહાનિસબર્ગમાં 15મી BRICS સમિટના સત્રમાં ભાગ લીધો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સત્રમાં ભાગ લીધો હતો.
#WATCH | Johannesburg, South Africa | PM Narendra Modi notices Indian Tricolour on the ground (to denote standing position) during the group photo at BRICS, makes sure to not step on it, picks it up and keeps it with him. South African President Cyril Ramaphosa follows suit. pic.twitter.com/vf5pAkgPQo
— ANI (@ANI) August 23, 2023
PM એ BRICS સમિટમાં સંબોધન કર્યું
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જોહાનિસબર્ગ જેવા સુંદર શહેરમાં ફરી એકવાર આવવું મારા અને મારા પ્રતિનિધિમંડળ માટે ખુશીની વાત છે. આ શહેરનો ભારતીયો અને ભારતીય ઇતિહાસ સાથે ઊંડો અને જૂનો સંબંધ છે. અહીંથી થોડે દૂર ટોલ્સટોય ફાર્મ આવેલું છે, જેનું નિર્માણ 110 વર્ષ પહેલા મહાત્મા ગાંધીએ કરાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે મહાત્મા ગાંધીએ ભારત, યુરેશિયા અને આફ્રિકાના મહાન વિચારોને જોડીને આપણી એકતા અને સંવાદિતાનો મજબૂત પાયો નાખ્યો હતો. બ્રિક્સને ભાવિ-તૈયાર સંસ્થા બનાવવા માટે, આપણે આપણી સંબંધિત સોસાયટીઓને પણ ભવિષ્ય માટે તૈયાર કરવી જોઈએ, અને આમાં ટેક્નોલોજી મુખ્ય ભૂમિકા ભજવશે. બ્રિક્સ સમૂહમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે.
BRICS leaders arrive for plenary sessions, PM Modi, Xi stand apart in family photo
— ANI Digital (@ani_digital) August 23, 2023
Read @ANI Story | https://t.co/k2bfUCpr82#PMModi #BRICSSummit2023 #XiJinping #SouthAfrica pic.twitter.com/SMEOZEf7Qp
આ પણ વાંચો
રક્ષાબંધન પર ભાઈએ ભૂલથી પણ બહેનને ન આપવી જોઈએ આવી ભેટ, સંબંધ પર પડે છે ખરાબ અસર