Britain: BBC અધ્યક્ષનું અચાનક રાજીનામું, શું બોરિસ જોનસનના કારણે લેવાયો ભોગ?
બીબીસીના અધ્યક્ષ રિચાર્ડ શાર્પે શુક્રવારે ભૂતપૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન માટે લોનની વ્યવસ્થામાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવ્યા બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
Richard Sharp Resigns : બ્રિટિશ ન્યૂઝ ઓર્ગેનાઈઝેશન બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) ફરી એકવાર દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે. આ વખતે બીબીસી તેના ચેરમેનના રાજીનામાને લઈને વિવાદનું કેન્દ્ર બની છે. બીબીસીના અધ્યક્ષ રિચાર્ડ શાર્પે શુક્રવારે ભૂતપૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન માટે લોનની વ્યવસ્થામાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવ્યા બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
ન્યૂઝ એજન્સી એએફપીના અહેવાલ અનુસાર, શાર્પે કહ્યું હતું કે, તેમને લાગે છે કે જો તેઓ તેમના કાર્યકાળના અંત સુધી આ પદ પર રહેશે તો આ બાબત તેમની સંસ્થાના સારા કામથી વિચલિત થઈ શકે છે.
જાહેર છે કે, શાર્પ અગાઉ ગોલ્ડમેન સૅક્સમાં બ્રિટનના વર્તમાન વડાપ્રધાન ઋષિ સુનકના બોસ હતા. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, તેમણે પોતાની સંડોવણી જાહેર ન કરીને જાહેર નિમણૂંકો માટેના ગવર્નિંગ કોડનું ઉલ્લંઘન કર્યું છે. શાર્પના જણાવ્યા મુજબ, આ ઉલ્લંઘન તેના તરફથી અજાણતા કરવામાં આવ્યું હતું. નોંધપાત્ર રીતે, બીબીસીના વર્તમાન અધ્યક્ષે અગાઉ સ્વીકાર્યું હતું કે, તેમણે દેશના સૌથી વરિષ્ઠ સિવિલ સર્વન્ટ, કેબિનેટ સેક્રેટરી સિમોન કેસ અને મિસ્ટર જોન્સનના દૂરના પિતરાઈ ભાઈ સેમ બ્લિથ વચ્ચે બેઠક ગોઠવી હતી. જેમને 2020ના અંતમાં તત્કાલીન પીએમને નાણાકીય સહાય પૂરી પાડવાની ભલામણ પુરી પાડી હતી.
હિતોના ટકરાવનો મામલો!
તે મીટિંગ સમયે શાર્પે બીબીસીની નોકરી માટે અરજી કરી દીધી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, તે બે સંભવિત કથિત હિતોના સંઘર્ષને જાહેર કરવામાં નિષ્ફળ ગયો હતો. પ્રથમ તત્કાલિન પીએમ જોહ્ન્સનને કહીને કે, તેઓ બીબીસીની નોકરી માટે અરજી કરવા માગે છે તે પહેલાં; અને બીજું, પીએમને કહીને કે તેઓ બ્લિથ અને કેસ વચ્ચે મીટિંગ ગોઠવવાનો ઇરાદો ધરાવે છે. રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે, શક્ય છે કે શાર્પની નિમણૂક માટે ભલામણ કરવામાં આવી હતી કારણ કે, તેમણે વ્યક્તિગત નાણાકીય બાબતમાં પીએમને મદદ કરવાની માંગ કરી હતી.
BBC Documentary: બીબીસી ડોક્યુમેન્ટ્રી જ નહી આ 43 ફિલ્મો પર પણ લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ
BBC Documentary:દેશમાં કોઈ ડોક્યુમેન્ટરી કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ભારતમાં 43 ફિલ્મો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, પાછળથી આમાંથી કેટલાક પરથી પ્રતિબંધ હટાવી દેવાયો હતો પરંતુ કેટલાક હજુ પણ પ્રતિબંધિત છે. કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે જ મોટા ભાગના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. ચાલો જાણીએ એ ફિલ્મો વિશે જેને ભારત સરકારના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર BBCની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીને લઈને વિશ્વભરમાં હોબાળો મચી ગયો છે. બીબીસીની આ ડોક્યુમેન્ટરીનો ભારતથી લઈને લંડન સુધી વિરોધ થઈ રહ્યો છે. કેટલાક એવા લોકો છે જેઓ ભારત સરકાર દ્વારા ડોક્યુમેન્ટ્રી પર લગાવવામાં આવેલા પ્રતિબંધની વિરુદ્ધ ઉભા છે. ખાસ કરીને વિરોધ પક્ષોએ તેને મુદ્દો બનાવ્યો છે.