શોધખોળ કરો

યુરોપમાં ગરમીએ છોતરા કાઢ્યા! બ્રિટનની સરકારે લોકોને કહ્યું ઘરોમાંથી AC હટાવો, પંખાનો ઉપયોગ કરો

britain heatwave ac removal order: 'નેટ ઝીરો' પોલિસી અંતર્ગત કાર્બન ઉત્સર્જન ઘટાડવા લંડન કાઉન્સિલનો નિર્ણય; ગરમી અને AC ના અભાવે દેશભરમાં 4000 થી વધુ સર્જરીઓ રદ, રેડ એલર્ટ જાહેર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બ્રિટનમાં આકરી ગરમી વચ્ચે AC હટાવવાનો સરકારી આદેશ.
  • નેટ ઝીરો નીતિ હેઠળ પર્યાવરણ બચાવવા આ નિર્ણય લેવાયો.
  • પંખા-બારીઓ વાપરવા સૂચવાયું; AC નો ઉપયોગ છેલ્લો વિકલ્પ.
  • હીટવેવથી 4000 ઓપરેશન ટળ્યા, જનજીવન પ્રભાવિત થયું.

britain heatwave ac removal order: સમગ્ર યુરોપ અને ખાસ કરીને બ્રિટન હાલમાં આકરી ગરમી અને હીટવેવનો સામનો કરી રહ્યું છે. દેશમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે અને દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે, ત્યારે બ્રિટિશ સરકારે એક એવો ચોંકાવનારો આદેશ જારી કર્યો છે જેણે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વધતી ગરમી વચ્ચે લંડન કાઉન્સિલે પર્યાવરણના રક્ષણ અને 'નેટ ઝીરો' નીતિ અંતર્ગત લોકોને તેમના ઘરોમાંથી એર કંડિશનર (AC) હટાવવા માટે કડક નોટિસ ફટકારી છે. સરકારનું કહેવું છે કે AC નો ઉપયોગ માત્ર છેલ્લા વિકલ્પ તરીકે જ થવો જોઈએ.

પર્યાવરણ બચાવવા AC ની મનાઈ, પંખા અને બારીઓનો ઉપયોગ કરવા સૂચના

બ્રિટિશ મીડિયા અહેવાલો અનુસાર, વહીવટીતંત્રનું માનવું છે કે એર કંડિશનર મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ (CO2) નું ઉત્સર્જન કરે છે, જે પર્યાવરણ માટે અને ગ્લોબલ વોર્મિંગ માટે અત્યંત નુકસાનકારક છે. લંડનના મેયર સાદિક ખાન પણ પર્યાવરણીય સંરક્ષણ પર વિશેષ ભાર મૂકી રહ્યા છે. આ નવા સરકારી આદેશોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે નાગરિકોએ ઘરમાં એસી ચલાવવાને બદલે કુદરતી હવા માટે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ અને છતના પંખાનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.

સરકારની 'નેટ ઝીરો' (Net Zero) નીતિ હેઠળ જણાવાયું છે કે, જ્યારે નિષ્ક્રિય ઠંડક (Passive Cooling) ની તમામ પદ્ધતિઓ નિષ્ફળ જાય અને જ્યારે બીજો કોઈ જ વિકલ્પ ન બચે, ત્યારે જ સક્રિય ઠંડક એટલે કે એર કંડિશનિંગનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે.

હીટવેવથી જનજીવન અસ્તવ્યસ્ત, 4000 ઓપરેશન ટાળવા પડ્યા

આકરી ગરમી અને સરકારના આ આકરા નિયમોની સીધી અસર સામાન્ય જનજીવન અને આરોગ્ય સેવાઓ પર પડી રહી છે. બ્રિટનના ઘણા ભાગોમાં હીટવેવને કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને ટ્રેન સેવાઓ પણ સ્થગિત કરવી પડી છે. સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે.

બીજી તરફ, આરોગ્ય ક્ષેત્રે સ્થિતિ વધુ ગંભીર બની છે. સરકારે હોસ્પિટલોમાં થતી સર્જરીઓ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ભયંકર હીટવેવ અને એર કંડિશનિંગના અભાવે સમગ્ર બ્રિટનમાં અંદાજે 4000 જેટલી મેડિકલ ઓપરેશન અને સર્જરીઓ મુલતવી રાખવાની ફરજ પડી છે.

એક તરફ જનતા આકરી ગરમીથી શેકાઈ રહી છે અને બીજી તરફ સરકારના આ આદેશથી લોકો ભારે અસમંજસ અને મુશ્કેલીમાં મુકાયા છે. પર્યાવરણ સુરક્ષા અને માનવ સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવાના આ પ્રયાસે બ્રિટનમાં નવી ચર્ચા જગાવી છે.

Frequently Asked Questions

બ્રિટિશ સરકાર શા માટે લોકોને ઘરમાંથી AC હટાવવાનો આદેશ આપી રહી છે?

પર્યાવરણનું રક્ષણ કરવા અને 'નેટ ઝીરો' નીતિ અંતર્ગત આ આદેશ અપાયો છે. સરકાર માને છે કે AC કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે, જે ગ્લોબલ વોર્મિંગ માટે હાનિકારક છે.

AC ના બદલે લોકોને કયા વિકલ્પો અપનાવવા સૂચવવામાં આવ્યા છે?

નાગરિકોને કુદરતી હવા માટે બારીઓ ખુલ્લી રાખવા અને છતના પંખાનો મહત્તમ ઉપયોગ કરવા સૂચવવામાં આવ્યું છે. AC નો ઉપયોગ માત્ર છેલ્લા વિકલ્પ તરીકે જ કરવો જોઈએ.

હીટવેવ અને AC હટાવવાના આદેશની જાહેર સેવાઓ પર શું અસર થઈ છે?

હીટવેવને કારણે શાળાઓ બંધ કરવામાં આવી છે અને ટ્રેન સેવાઓ સ્થગિત કરવી પડી છે. આશરે 4000 મેડિકલ ઓપરેશન અને સર્જરીઓ પણ મુલતવી રાખવાની ફરજ પડી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની
Embed widget