China: 'હું સિંગલ છું, શું મને પતિ મળી શકશે', -ચીનમાં કોરોનાના વિરોધમાં મહિલાઓ કરી રહી છે આવી માંગણી
મંગળવારની રાત્રે કમ સે કમ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે પછી સ્થિતિ બગડતી રહી છે.
China Covid Protest: ચીનમાં ‘ઝીરો કૉવિડ પૉલીસી’ને લઇને હાહાકાર મચી ગયો છે, કોરોના વિરોધમાં બનાવવામાં આવેલા કડક નિયમોને લઇને લોકો રસ્તાં પર ઉતરી ચૂક્યા છે. પ્રદર્શનકારીઓના અવાજને દબાવા માટે બળ પ્રયોગ પણ કરવામાં આવી રહ્યો છે. આ પછી પણ લોકો સરકાર સામે પ્રદર્શન કરી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર, વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા વીડિયો, તસવીરોને પ્રસારિત કરવા પર બેન છે. વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલી સામગ્રીને વાયરલ કરનારા એકાઉન્ટ્સ પણ કડક સેન્સર વાળા સાયબર સ્પેસમાં નાંખી દીધા છે. પોલીસ અને પ્રદર્શનકારીઓની વચ્ચે જબરદસ્ત ખેલા ચાલુ થયો છે. પોલીસને ચકમો આપવા માટે હવે પ્રદર્શનકારીઓ તરફથી ડેટિંગ એપ અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ગ્વાંગજૂમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ -
ચીનની દક્ષિણી શહેર ગ્વાંગજૂમાં બુધવારે પોલીસ અને પ્રદર્શનકારીઓની વચ્ચે અથડામણ થઇ. એએફપીના રિપોર્ટ અનુસાર, અહીં મંગળવારની રાત્રે કમ સે કમ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે પછી સ્થિતિ બગડતી રહી છે. ગાંમમાં મોટા પ્રમાણમાં પોલીસ ફોર્સ ઉતારી દેવામાં આવી છે. વળી, બીજા ગામોમાથી પણ પ્રદર્શનકારીઓ એકઠા થઇ રહ્યાં છે. ટ્વીટર પર #hangzhou નુ પુર આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ટ્વીટર ચીનમાં ચાલતુ પણ નથી.
ટ્વીટર પર #hangzhouનુ પુર
પોલીસને ચકમો આપવા માટે એક્ટિવિસ્ટ હવે પ્રદર્શન સાથે જોડાયેલા વીડિયો કે તસવીરો વિદેશી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર સેવ કરી રહ્યાં છે. આ બધાની વચ્ચે ટ્વીટર પર #hangzhou નુ પુર આવી ગયુ છે. સોમવારે રાત્રે 9:39 વાગ્યાથી મંગળવારે સવારે 1:19 વાગ્યાની વચ્ચે #hangzhou ખુબ ટ્રેન્ડ કર્યુ, ઇન્ડિયા ટૂડેએ #hangzhouની સાથે દસ હજાર પૉસ્ટ (આમાં રીટ્વીટ પણ સામેલ)ના નમૂના વિશ્લેષણ કર્યુ. તો એકદમ વિચિત્ર મામલો સામે આવ્યો.
કૉડમાં સંદેશ મોકલી રહ્યાં છે પ્રદર્શનકારીઓ ?
ઇન્ડિયા ટૂડેને પોતાની રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, આ હેશટેગની સાથે મોટાભાગના ખાતાઓમાં છોકરીની તસવીરો હતો, 454 પૉસ્ટમાં સુંદર દેખાવ વાળી મહિલાઓની તસવીરોની સાથે "હું એકલુ છું, શું મને ટ્વીટર પર એક પતિ મળી શકશે" સંદેશ સામેલ હતો. આ રીત 908 વાર તસવીરોની સાથે "પ્યાર ક્યારેય નથી મરતો" બીજા એક કેપ્શનમાં લખ્યુ હતુ- આ ટ્વીટ અને રીટ્વીટને જોઇને લાગે છે કે, આ હેશટેગની સાથે આ રીતેના મેસેજ વિશેષ કૉડ તરીકે પ્રયોગ કરવામા આવી રહ્યાં છે.