(Source: ECI/ABP News/ABP Majha)
China Earthquake: સીરિયા અને તુર્કીયે બાદ ચીનમાં શક્તિશાળી ભૂકંપ, તઝાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ધરતી ધ્રુજી
સીરિયા અને તુર્કીયે ભૂકંપ બાદ આજે સવારે ચીન અને તઝાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો
Earthquake In China: સીરિયા અને તુર્કીયે ભૂકંપ બાદ આજે સવારે ચીન અને તઝાકિસ્તાનમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ચીને ગુરુવારે (23 ફેબ્રુઆરી) ઝિજિયાંગમાં તઝાકિસ્તાનની સરહદ નજીક લગભગ 8:37 વાગ્યે 7.3-તીવ્રતાનો ભૂકંપ નોંધ્યો હતો. તો બીજી તરફ પૂર્વ તઝાકિસ્તાને તેની જમીન પર 6.8ની તીવ્રતાના આંચકા અનુભવ્યા હતા.
ચીનના સરકારી મીડિયાએ પણ ચીનના ભૂકંપ નેટવર્ક સેન્ટર (CENC)ને ઉઇગર સ્વાયત્ત ક્ષેત્રમાં ભૂકંપની પુષ્ટી કરી હતી. જ્યારે યુએસ જીઓલોજિકલ સર્વેએ તઝાકિસ્તાનમાં ધરતીના આંચકાનો ઉલ્લેખ કર્યો છે.
યુએસજીએસ શું કહે છે?
યુએસજીએસના અંદાજ મુજબ, તઝાકિસ્તાનમાં જ્યાં ભૂકંપ આવ્યો તે વિસ્તાર વિશાળ પર્વત શિખરોથી ઘેરાયેલો છે. આવી સ્થિતિમાં ત્યાં ભૂસ્ખલન પણ થઈ શકે છે, પરંતુ તેનાથી જાનમાલનું નુકસાન થવાની શક્યતા ઓછી છે કારણ કે આ વિસ્તારમાં વસ્તી ખૂબ ઓછી છે. જો કે, અત્યાર સુધી ચીનની સ્થિતિ વિશે કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી.
An earthquake of magnitude 6.8 occurred 67 km west of Murghob in Tajikistan: USGS
— ANI (@ANI) February 23, 2023
Earthquake of Magnitude:6.7, Occurred on 23-02-2023, 06:07:44 IST, Lat: 38.01 & Long: 73.33, Depth: 113 Km ,Location: 265km ENE of Fayzabad, Afghanistan for more information Download the BhooKamp App https://t.co/kuSdlp2RlF @ndmaindia @Indiametdept @DDNewslive @Dr_Mishra1966 pic.twitter.com/fJ1IW8qG5T
— National Center for Seismology (@NCS_Earthquake) February 23, 2023
તુર્કીયે અને સીરિયામાં ભૂકંપે મચાવી તબાહી
આ મહિને ભૂકંપે તુર્કીયે અને સીરિયામાં તબાહી મચાવી હતી. તુર્કીયે અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બંને દેશોમાં અત્યાર સુધીમાં 46000 થી વધુ લોકોના મોત થયા છે. એકલા તુર્કીયેમાં જ ભૂકંપના કારણે 2 લાખથી વધુ એપાર્ટમેન્ટ નષ્ટ પામ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર તુર્કીયે-સીરિયા બોર્ડર પર હતું. આવી સ્થિતિમાં સીરિયામાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. હજારો લોકો હજુ પણ ગુમ છે.
તુર્કીયેમાં ઘણા દિવસો સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને સતત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. આ બચાવ અભિયાનમાં ભારતે તુર્કીયેની ઘણી મદદ કરી હતી. NDRFની ઘણી ટીમો મોકલવામાં આવી હતી, રાહત સામગ્રી પણ સતત પહોંચાડવામાં આવી હતી. ભારતીય સેનાએ તુર્કીયેમાં પોતાની હોસ્પિટલ પણ બનાવી હતી જ્યાં ઘાયલોને સારવાર મળી હતી. કેટલાક અન્ય દેશોએ પણ તેમના તરફથી તુર્કીયેને મદદ મોકલી હતી. ભારતની છેલ્લી NDRF ટીમ રવિવારે જ દેશ પરત ફરી છે. PM મોદીએ સોમવારે NDRFની તમામ ટીમોને મળીને પ્રોત્સાહિત કર્યા હતા.
ભારતે પણ મદદનો હાથ લંબાવ્યો
ભારતની 99-સભ્યોની ટીમે તુર્કીયેમાં ભૂકંપ પછી તમામ પ્રકારના સાધનોથી સજ્જ 30 બેડની ફિલ્ડ હોસ્પિટલ બનાવી હતી. આ ટીમ ભારત પરત ફરી છે. ભારતે 6 ફેબ્રુઆરીએ આવેલા વિનાશક ભૂકંપ બાદ તુર્કીયે અને સીરિયાના કેટલાક ભાગોમાં મદદ પૂરી પાડવા માટે 'ઓપરેશન દોસ્ત' શરૂ કર્યું હતું.