શોધખોળ કરો

Mike Pompeo: શું ચીનના આક્રમક વલણના કારણે Quadમાં સામેલ થયુ ભારત? અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીનો દાવો

ચીનના આક્રમક વલણને કારણે ભારત ચાર દેશોના ક્વોડ ગ્રુપમાં સામેલ થયું છે.

Mike Pompeo on India Foreign Policy: અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે ભારત વિદેશ નીતિ અંગે સ્વતંત્ર વલણ ધરાવે છે. માઈક પોમ્પિયોએ દાવો કર્યો હતો કે વિદેશ નીતિ પર સ્વતંત્ર અભિગમ અપનાવનાર ભારતે ચીનની આક્રમક ગતિવિધિઓને કારણે પોતાની રણનીતિ બદલવી પડી હતી. તેમણે કહ્યું કે ચીનના આક્રમક વલણને કારણે ભારત ચાર દેશોના ક્વોડ ગ્રુપમાં સામેલ થયું છે.

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ તેમના નવા પુસ્તક 'Never Give an Inch: Fighting for the America I Love'માં ચીન સાથેના સંબંધો અને ક્વાડમાં ભારતના સામેલ થવા અંગેનો ઉલ્લેખ કર્યો હતો.

ભારત-ચીન સંબંધોનો ઉલ્લેખ

માઈક પોમ્પિયોએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં 31 મહિનાથી લાંબા સમય સુધી સીમા વિવાદ રહ્યો હતો. જૂન 2020 માં પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં હિંસક અથડામણ પછી દ્વિપક્ષીય સંબંધોમાં ગંભીર તણાવ રહ્યો હતો. ભારતે કહ્યું છે કે જ્યાં સુધી સરહદી વિસ્તારમાં શાંતિ સ્થપાશે નહીં ત્યાં સુધી દ્વિપક્ષીય સંબંધો સામાન્ય નહીં થઈ શકે.

ભારત ક્વોડમાં શા માટે જોડાયું?

મંગળવારે બજારમાં આવેલા તેમના નવા પુસ્તક 'નેવર ગીવ એન ઈંચઃ ફાઈટીંગ ફોર ધ અમેરિકા આઈ લવ'માં તેમણે કહ્યું કે ચીનના આક્રમક વલણને કારણે ભારત ક્વાડ ગ્રુપમાં સામેલ થયું છે. પોમ્પિયોએ ક્વાડમાં ભારતને 'વાઇલ્ડ કાર્ડ' તરીકે વર્ણવ્યું હતું, કારણ કે તે સમાજવાદી વિચારધારા પર સ્થાપિત રાષ્ટ્ર હતું. તેણે શીત યુદ્ધમાં યુએસ અને તત્કાલીન યુએસએસઆરથી પણ પોતાને દૂર રાખ્યા હતા.

માઈક પોમ્પિયોએ તેમના પુસ્તકમાં જણાવ્યું છે કે કેવી રીતે તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતને ક્વાડ ગ્રૂપમાં લાવવામાં સફળ રહ્યું હતું. યુ.એસ., જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાએ 2017માં સંસાધનથી સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની આક્રમક વલણનો સામનો કરવા માટે ક્વાડ એલાયન્સ સ્થાપવાના લાંબા સમયથી પડતર પ્રસ્તાવને આકાર આપ્યો હતો.

ભારતીય જવાનો શહીદ થયા હતા

પોમ્પિયોએ લખ્યું, "જૂન 2020માં ચીની સૈનિકો સાથે ગલવાન ખીણમાં એક અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. તે લોહિયાળ અથડામણને કારણે ભારતીય જનતાએ ચીન સાથેના તેમના દેશના સંબંધોમાં ફેરફારની માંગ કરી હતી. બાદમાં ટિકટોક અને ડઝનેક ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર

World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ

'પેલેસ્ટિનિયનો પાસે નહીં હોય ગાઝા પટ્ટીમાં પરત ફરવાનો અધિકાર', સામે આવ્યો ટ્રમ્પનો પ્લાન

Tarot Card Reading: ટેરોટ કાર્ડ રીડિંગ મુજબ આ 7 રાશિને રહેવું સાવધાન, જાણો ટેરોટ કાર્ડ રાશિફળ

ABP Premium

વિડિઓઝ

Kutch BJP Politics:પક્ષ વિરોધની પ્રવૃત્તિ કરતા ભાજપે બે આગેવાનોને કર્યા સસ્પેન્ડ, જુઓ પોલિટિકલ ન્યૂઝHun To Bolish : હું તો બોલીશ : ઉંમર નાની, સીનસપાટા મોટાHun To Bolish : હું તો બોલીશ : મહાનગરપાલિકા કે 'દલા તરવાડી'ની વાડી?Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
Mahakumbh: મહા પૂર્ણિમાના સ્નાનને લઇને ટ્રાફિક પ્લાન જાહેર, મેળા ક્ષેત્ર 'નો વ્હીકલ' ઝોન જાહેર
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
'પેલેસ્ટિનિયનો પાસે નહીં હોય ગાઝા પટ્ટીમાં પરત ફરવાનો અધિકાર', સામે આવ્યો ટ્રમ્પનો પ્લાન
'પેલેસ્ટિનિયનો પાસે નહીં હોય ગાઝા પટ્ટીમાં પરત ફરવાનો અધિકાર', સામે આવ્યો ટ્રમ્પનો પ્લાન
Tarot Card Reading: ટેરોટ કાર્ડ રીડિંગ મુજબ આ 7 રાશિને રહેવું સાવધાન, જાણો ટેરોટ કાર્ડ રાશિફળ
Tarot Card Reading: ટેરોટ કાર્ડ રીડિંગ મુજબ આ 7 રાશિને રહેવું સાવધાન, જાણો ટેરોટ કાર્ડ રાશિફળ
PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ

Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?

રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 

Bangladesh: બાંગ્લાદેશમાં ક્યારે યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત

Embed widget