![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: Poll of Polls)
China Taiwan Clash: જર્મનીના સાંસદ તાઇવાન પહોંંચ્યા, ચીને 57 ફાઇટર જેટ્સ મોકલી આપી વોર્નિંગ
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે ચીનના આ કૃત્ય પર સખત નારાજગી વ્યક્ત કરી છે
![China Taiwan Clash: જર્મનીના સાંસદ તાઇવાન પહોંંચ્યા, ચીને 57 ફાઇટર જેટ્સ મોકલી આપી વોર્નિંગ China Taiwan Clash: China sends 57 planes near Taiwan in high-intensity combat exercise China Taiwan Clash: જર્મનીના સાંસદ તાઇવાન પહોંંચ્યા, ચીને 57 ફાઇટર જેટ્સ મોકલી આપી વોર્નિંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/10/b63cb374a2877f74d59ae4f25b6913a9167333127726174_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
China Taiwan Clash: ચીન અને તાઇવાન ફરી સામસામે આવી ગયા છે. આ પાછળનું કારણ જર્મનીના સાંસદોની તાઈવાન મુલાકાત છે. વાસ્તવમાં, સોમવારે જર્મન સાંસદોનું એક જૂથ તાઇવાન પહોંચ્યું અને આનાથી ચીન ગુસ્સે ભરાયું છે. આ અંગે ડ્રેગને મોટી કાર્યવાહી કરી છે. ચીને 57 ફાઈટર જેટ્સ સાથે તાઈવાનને કડક ચેતવણી આપી છે.
ચીનની સેનાએ રવિવારે મોટા પાયે ફાઇટર જેટ્સથી કવાયત હાથ ધરી હતી અને તાઇવાન તરફ યુદ્ધ વિમાનો અને નૌકાદળના જહાજો મોકલ્યા હતા. ચીન અને તાઈવાન બંનેના સંરક્ષણ મંત્રાલયોએ આ માહિતી આપી હતી. ચીને 57 ફાઈટર જેટ્સ સાથે પ્રેક્ટિસ કરીને તાઈવાનને કડક ચેતવણી આપી છે.
જર્મન સાંસદ સોમવારે તાઇવાન પહોંચ્યા હતા
નોંધનીય છે કે ચીને તાઈવાનને એવા સમયે ચેતવણી આપી છે જ્યારે જર્મન સાંસદ તાઈવાન પહોંચ્યા હતા. જર્મન સંસદસભ્યોનું એક જૂથ સોમવારે તાઇવાન પહોંચ્યું હતું. આ જૂથનું નેતૃત્વ જર્મનીની સંસદની સંરક્ષણ સમિતિના વડા મેરી એગ્નેસ સ્ટ્રેક ઝિમરમેન કરે છે.
તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે શું કહ્યુ?
તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે ચીનના આ કૃત્ય પર સખત નારાજગી વ્યક્ત કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, "ચીનની કાર્યવાહીથી તાઇવાન સ્ટ્રેટ અને આસપાસના વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા પર ગંભીર અસર પડી છે.
ચીને તાઈવાનને પોતાના દેશમાં એકીકૃત કરવા માટે ક્યારેય બળનો ઉપયોગ કર્યો નથી, પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં પીએલએ દરિયાઈ અને હવાઈ સરહદોમાં વારંવાર લશ્કરી દાવપેચ હાથ ધર્યા છે. ચીને ગયા મહિને પણ આવી જ કવાયત હાથ ધરી હતી. જેમાં 43 PLA એરક્રાફ્ટે તાઈવાનની મધ્ય રેખા પાર કરી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં અમેરિકન રાજનેતા નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાત વખતે ચીને આવી જ કાર્યવાહી કરી હતી.
તાઈવાનનું કહેવું છે કે આ ટાપુના માત્ર 23 મિલિયન લોકો જ તેનું ભવિષ્ય નક્કી કરી શકે છે. તાઈવાનને અમેરિકાના સમર્થન અને હથિયારોની ખરીદી પર ચીન ગુસ્સે છે. અમેરિકાના તાઇવાન સાથે કોઈ રાજદ્વારી સંબંધો નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સમર્થન સાથે આ ટાપુ પર હથિયારોનો સૌથી મોટો સપ્લાયર છે.
World Angriest Countries: આખરે ક્યાં દેશો છે અરબના સૌથી વધુ ગુસ્સાવાળા?
World Angriest Countries: તાજેતરમાં દુનિયામાં ઘણી સંવેદનશીલ બાબતો ચાલી રહી છે. આ સિવાય દુનિયામાં ઘણા એવા દેશ છે, જે ગુસ્સામાં સૌથી આગળ છે. આ દરમિયાન આ દેશોને ઘણા ઉતાર-ચઢાવ પણ જોવા મળ્યા. ગેલપ દ્વારા કરવામાં આવેલા એક સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે વિશ્વના ટોચના ત્રણ દેશો એવા છે જ્યાં લોકો બહુ જલ્દી ગુસ્સે થઈ જાય છે. તે દેશો લેબનોન, ઇરાક અને જોર્ડન છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)