શોધખોળ કરો
Advertisement
નાગરિકતા કાયદા પર સવાલ પુછાતા ચીને શું આપી પ્રતિક્રિયા, જાણો વિગતે
કોલકત્તામાં ચીની કૉન્સૂલ જનરલ ઝા લિયાઉએ બુધવારે નાગરિકતા કાયદા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા પર દેશભરમાં હિંસક પ્રદર્શનો થઇ રહ્યાં છે. આ અંગે પાડોશી દેશોમાંથી પણ પ્રતિક્રિયાઓ આવવા લાગી છે, પાકિસ્તાને ભારતના નાગરિકતા કાયદાનો જબરદસ્ત વિરોધ કર્યો છે, ત્યારે ચીને આ મુદ્દાને ભારતનો આંતરિક મામલો ગણાવીને ટાળી દીધો છે.
કોલકત્તામાં ચીની કૉન્સૂલ જનરલ ઝા લિયાઉએ બુધવારે નાગરિકતા કાયદા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો.
ચીની રાજદૂતે કહ્યું કે, આ સમસ્યા ભારતે જાતે જ નિપટાવવાની છે, આ ભારતનો આંતરિક મામલો છે, અને અમે આના પર કંઇ જ નથી કહી શકતા. આ તમારો દેશ છે અને તમારે જ આને સૉલ્વ કરવાનો છે. સાથે તેમને કહ્યું કે ભારત અને ચીનના સંબંધો બહુ સુમેળભર્યા છે.
ખાસ વાત છે કે, ચીની મીડિયામાં પણ ભારતના નવા નાગરિકતા કાયદાને લઇને મોદી સરકારને સમર્થન મળી રહ્યું છે. ચીની સરકારી અખબાર પીપલ્સ ડેલીમાં છપાયેલા એક લેખમાં વિરોધ-પ્રદર્શનને કાબુ કરવા માટે ઇન્ટરનેટ બંધ કરવાના પગલાને યોગ્ય ગણાવ્યુ છે. લેખમાં કહેવામાં આવ્યુ છે કે સંપ્રભુ દેશ કટોકટીની સ્થિતિમાં આવી રીતે જ નિપટે છે.
નાગરિકતા કાયદા ગયા અઠવાડિયે સંસદમાં પાસ થયુ હતુ, બાદમાં અનેક રાજ્યોમાં આનો વિરોધ થયો હતો.
આ કાયદા અંતર્ગત, 31 ડિસેમ્બર, 2014 સુધી ભારત આવલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઇસાઇ સમુદાયના શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાની જોગાવાઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement