શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના પીડિતો વચ્ચે કામ કરતી નર્સે કરી અનોખી માંગ, કહ્યું- ‘સેવાના બદલામાં સરકાર શોધી આપે બોયફ્રેન્ડ’
નોટમાં નર્સે લખ્યું છે, જ્યારે બીમારી ખત્મ થઈ જશે ત્યારે મને આશા છે કે ચીન મારા માટે એક બોયફ્રેન્ડનો પ્રબંધ કરી દેશે. મહિલા નર્સનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ વાયરલ થયો હતો.
નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ચીનની એક નર્સે અનોખી માંગ કરી છે, જેના કારણે તે ચર્ચાનો વિષય બની છે. નર્સે કોરોના વાયરસથી પ્રભાવિત લોકોની સેવા માટે વળતર તરીકે સરકાર પાસેથી બોયફ્રેન્ડની માંગ કરી છે. તેણે સોશિયલ મીડિયા પર એક ફોટો પણ શેર કર્યો છે.
નોટમાં નર્સે લખ્યું છે, જ્યારે બીમારી ખત્મ થઈ જશે ત્યારે મને આશા છે કે ચીન મારા માટે એક બોયફ્રેન્ડનો પ્રબંધ કરી દેશે. મહિલા નર્સનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાં જ વાયરલ થયો હતો. નર્સનું કહેવું છે કે મારા મિત્રથી પ્રભાવિત થઈ મેં આમ કર્યુ છે. જેણે તેના હેઝમેટ સૂટ પર લખ્યું હતું કે, મારે બોયફ્રેન્ડ જોઈએ છે. નર્સે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, મારે ઊંચાઈવાળા પાર્ટનરની જરૂર છે. કારણકે તેની લંબાઈ 5 ફૂટ 6 ઈંચ છે.
નર્સે આગળ જણાવ્યું કે, હાલના સમયે સૌથી મહત્વનું કામ કોરોના વાયરસથી પ્રભાવિત દર્દીની સેવા કરવાનું છે. તેણે ચીનની સોશિયલ મીડિયા સાઇટ વિબો પર લખ્યું કે, ખરેખર મારે એક પાર્ટનરની જરૂર છે. પરંતુ હાલ મારું ફોક્સ વર્તમાન સ્થિતિ પર છે. મહિલા નર્સના પિતા પણ સ્વાસ્થ્ય કર્મી રહ્યા છે.
2003માં સોર્સ નામની બીમારી ફેલાયા બાદ તેમણે સેવા આપી હતી. નર્સના માતા-પિતાએ પણ તેમની દીકરીના ફેંસલાનું સન્માન કરતાં કોરોનાથી પ્રભાવિત દર્દીની સેવા કરવાની મંજૂરી આપી છે. નર્સે આ બદલ સરકાર પાસેથી બોયફ્રેન્ડની માંગ કરીને વિશ્વને આશ્ચર્યમાં મુકી દીધું છે.
ICC Women’s T-20 Rankings: ભારતની શેફાલી વર્માએ રચ્યો ઈતિહાસ, 16 વર્ષની ઉંમરે જ બની વિશ્વની નંબર-1 બેટ્સમેન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion