શોધખોળ કરો
Advertisement
ઇસરોના પરાક્રમને ચીને પણ વખાણ્યુ, 'ચંદ્રયાન-2'ને લઇને ચીની વૈજ્ઞાનિકોએ કહી આ મોટી વાત
ખાસ વાત છે કે, ચીની મીડિયા ઉપરાંત આ પહેલા અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ સહિતના દેશોએ ભારતના 'ચંદ્રયાન-2' મિશનની પ્રસંશા કરી હતી
બેઇજિંગઃ ભારતના ઇસરોના સાહસની ચર્ચા હવે વિદેશમાં, ખાસ કરીને પાડોશી દેશ ચીનમાં પણ થવા લાગી છે. ઇસરોનો પ્રૉજેક્ટ 'ચંદ્રયાન-2' ભલે પુરેપુરુ સક્સેસ ના થયુ હોય પણ હવે ચીનમાં પણ લોકો ઇસરોની વાહવાહ કરી રહ્યાં છે. આ વાત ખુદ ચીનના અખબાર ગ્લૉબલ ટાઇમ્સમાં છપાઇ છે.
ભારતના મિશન 'ચંદ્રયાન-2'ને લઇને ચીની વૈજ્ઞાનિકોએ ઇસરોની ખુબ પ્રસંશા કરી છે. ચીની લોકો અને ચીની વૈજ્ઞાનિકોએ ઇસરોને આશા ના છોડવાનું કહ્યું છે, તેમને ઇન્ટરનેટના માધ્યમથી કહ્યું છે કે ઇસરોએ કોશિશો અને મહેનત ચાલુ રાખવી જોઇએ. ચીનના સત્તાવાર મીડિયા ગ્લૉબલ ટાઇમ્સે આ વાતની માહિતી આપી છે.
ખાસ વાત છે કે, ચીની મીડિયા ઉપરાંત આ પહેલા અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ સહિતના દેશોએ ભારતના 'ચંદ્રયાન-2' મિશનની પ્રસંશા કરી હતી. નોંધનીય છે કે, 7 સપ્ટેમ્બરે 'ચંદ્રયાન-2'ના લેન્ડર વિક્રમનો ચંદ્રની ધરતી પર પહોંચતા પહેલા જ સંપર્ક તુટી ગયો હતો. જોકે, ઇસરોને આશા છે કે બહુ જલ્દી કોશિશો દ્વારા સંપર્ક ફરીથી સ્થાપિત કરી શકાશે. જ્યારે 'ચંદ્રયાન-2' ચંદ્રની ધરતી પરથી 2.1 કિલોમીટર દુર હતુ ત્યારે વિક્રમ સાથેનો સંપર્ક તુટી ગયો હતો.Chinese netizens tip their hats to Indian space scientists after India's second moon mission lost communication with the ground station. "Any nation that bravely strives to further explore space deserves our respect." https://t.co/DSDoosMEiw pic.twitter.com/pMenZXmKSn
— Global Times (@globaltimesnews) September 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
બિઝનેસ
ક્રાઇમ
Advertisement