શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બદલો લેવા માટે મહિલાએ Ex Boyfriendને મોકલી એક ટન ડુંગળી, કહ્યું- ‘હું રોઈ, હવે તું રડ’
પૂર્વ પ્રેમીના ઘરની પાસે ડુંગળીનો ઢગલાની તસવીરો ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબોમાં ખૂબ વાયરલ થઈ ગઈ.
![બદલો લેવા માટે મહિલાએ Ex Boyfriendને મોકલી એક ટન ડુંગળી, કહ્યું- ‘હું રોઈ, હવે તું રડ’ chinese woman sends 1000 kg onions to ex boyfriends home for cheating on her બદલો લેવા માટે મહિલાએ Ex Boyfriendને મોકલી એક ટન ડુંગળી, કહ્યું- ‘હું રોઈ, હવે તું રડ’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/20161430/chinese-woman-sends-1000-kg-onions-to-ex-boyfriends-home-for-cheating-on-her.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સંબંધ તૂટી ગયા બાદ પૂર્વ પ્રેમી અથવા પ્રેમિકા સામે બદલો લાવે માટે અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે. બધા અલગ અલગ રીત અપનાવતા હોય છે, પરંતુ ચીનની એક મહિલાએ જે કર્યું તે ભાગ્યે જ કોઈએ સંબંધ તૂટ્યા બાદ આવું વિચાર્યું હશે. અહીં પ્રેમમાં દગાથી ગુસ્સે થઈને મહિલાએ પ્રેમીના ઘરે એક હજાર કિલો એટલે કે 1 ટન ડુંગળી મોકલી, જેથી તેને પણ મહિલાની જેમ રડવું પડે.
ઘટના ચીનના પૂર્વ શહેર જીબોની છે. અહીં એક વ્યક્તિ ઘરના દરવાજાની પાસે અચાનક ડુંગળીથી ભરેલ અનેક પેકેટ્સનો ઢગલો થઈ ગયો. આ ઘરમાં રહેનાર વ્યક્તિને ખબર પણ ન પડી કે ક્યારે તેના દરવાજા પર એક હજાર કિલો ડુંગળી આવી ગઈ.
‘હું 3 દિવસ રોઈ, હવે તારો વારો’
અંગ્રેજી અખબાર ડેલી મેલના અહેવાલ અનુસાર, ડુંગળીનો આ ઢગલો ઝાઓ નામની એક મહિલાએ મોકલાવ્યો, જે એ ઘરમાં રહેતા એક વ્યક્તિની પૂર્વ પ્રેમિકા હતી. રિપોર્ટ અનુસાર બન્ને વચ્ચે અંદાજે એક વર્ષ સુધી સંબધ રહ્યા, પરંતુ હાલમાં જ જ્યારે ઝાઓને ખબર પડી કે તેનો પ્રેમી તેને દગો આપી રહ્યો છે, તો તેમે સંબંધ ખત્મ કરી દીધા.
રિપોર્ટ્સ અનુસાર સંબંધ ખત્મ થયા બાદ મહિલા ખૂબ જ દુખી હતી અને રડતી રહી. તેનો જ બદલો લેવા માટે મહિલાએ પોતાના પૂર્વ પ્રેમીના ઘરના દરવાજે ડુંગળી મોકલી દીધી. તેણે એક નોટ પણ મોકલી, જેમાં લખ્યું હતું,- ‘હું સતત 3 દિવસ સુધી રડી, હવે રોવાનો તારો વારો છે.’
‘એક્સ ગર્લફ્રેન્ડ ખૂબ જ ડ્રામેબાજ હતી’
પૂર્વ પ્રેમીના ઘરની પાસે ડુંગળીનો ઢગલાની તસવીરો ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબોમાં ખૂબ વાયરલ થઈ ગઈ. વ્યક્તિએ ચીનની ન્યૂઝ વેબસાઈટ શેનડોંગ નેટ સાથે વાત કરતાં કહ્યું કે, “મારી એક્સ ગર્લફ્રેન્ડ ખૂબ જ ડ્રામેબાજ હતી. તે બધાને કહી રહી તી કે બ્રેકઅપ બાદ હું રડ્યો નથી. શું તેનાથી હું ખરાબ વ્યક્તિ બની ગયો છું?”
આ વ્યક્તિએ કહ્યું કે, તેણે પોતાની ગર્લફ્રેન્ડને અજીબો ગરીબ વ્યવહારને કારણે બ્રેકઅપ કર્યું હતું અને બન્નેએ સહમતિથી આ નિર્ણય કર્યો હતો. જોકે મહિલાની આ હરકતથી એ વ્યક્તિના પાડોશી પણ હેરાન છે, કારણ કે સમગ્ર વિસ્તારમાં ડુંગળીની ગંધ ફેલાઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)