શોધખોળ કરો
Advertisement
રિસર્ચમાં થયો મોટો ખુલાસો? આ બ્લડ ગ્રુપમાં છે કોરોનાનો સૌથી વધુ ખતરો? જાણો
જર્મની અને નોર્વેના સંશોધન કર્તાઓએ કોરોનાની સાથે અલગ-અલગ રક્ત સમૂહોના સંબંધનું રિસર્ચ કર્યું હતું. આ રિસર્ચમાં ઘણી વાતો સામે આવી છે.
કોરોના વાયરસ જ્યારથી આવ્યો છે ત્યારથી લઈને અલગ-અલગ વાતો સામે આવી રહી છે. ઘણીવાર દાવા કરવામાં આવ્યા છે કે, ગરમીમાં કોરોનાનો પ્રભાવ ઓછો થશે જ્યારે ઘણીવાર કહેવામાં આવ્યું છે કે, ઉંમરલાયક લોકોને કોરોનાથી વધારે ખતરો છે. પરંતુ શું અલગ-અલગ બ્લડ ગ્રુપના લોકો પર કોરોનાનો ખતરો પણ અલગ છે.
જોકે જર્મની અને નોર્વેના સંશોધન કર્તાઓએ કોરોનાની સાથે અલગ-અલગ રક્ત સમૂહોના સંબંધનું રિસર્ચ કર્યું હતું. આ રિસર્ચમાં ઘણી વાતો સામે આવી છે. આ શોધને ‘ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’માં પ્રકાશિત કરવામાં આવી હતી. તેમણે ઈટલી અને સ્પેનના 1610 દર્દીઓનું રિસર્ચ કર્યું હતું જેમાં કોવિડ-19ના કારણે શ્વાસ લેવાનું તંત્ર ફેલ થઈ ગયું હતું. આ ગંભીર મામલો હતો જેનાથી ઘણાં લોકોના મોત થયા છે.
રિસર્ચમાં સામે આવ્યું કે, કોરોનાના સર્વાધિક ખતરો ‘એ’ બ્લડ ગ્રુપવાળાઓને છે. જ્યારે ‘ઓ’ બ્લડ ગ્રુપવાળાઓમાં કોરોનો ખતરો બહુ ઓછો છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે, જો કોઈ ‘એ’ બ્લડ ગ્રુપવાળો વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય છે તો તેને ઓક્સિજન આપવા અથવા વેન્ટિલેટર પર રાખવાની સંભાવના ‘ઓ’ ગ્રુપવાળાથી બે ઘણી વધારે હોય છે
પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે, એવું બિલકુલ નથી કે ઓ બ્લડ ગ્રુપવાળા સંક્રમિત નહી થાય પરંતું તેમને ખતરો ઓછો છે. ઓ ગ્રુપવાળા યૂનિવર્સલ ડોનર પણ થાય છે એટલે જરૂર પડે તો તેમનું બ્લડ ગમે તે વ્યક્તિને ચઢાવી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement