શોધખોળ કરો
Advertisement
આ દેશના ડોક્ટરે જન્મ લેનાર બાળકોને કોરોનાથી બચવા માટે તૈયાર કર્યું અનોખું માસ્ક? તસવીરો થઈ વાયરલ
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી નાખ્યો છે. આ વાયરસની ઝપેટમાં આવેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે.
ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી નાખ્યો છે. આ વાયરસની ઝપેટમાં આવેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વમાં 13.50 લાખથી વધુ લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે મોતનો આંકડો પણ 81 હજારથી પણ વધુ પહોંચી ગયો છે. આ વાયરસ વૃદ્ધ અને નાના બાળકોને ખાસ નિશાન બનાવી રહ્યા છે. કારણ કે બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે. આ કારણે તેઓ ઝડપથી તેની અસર હેઠળ આવી જાય છે.
જોકે, આ વચ્ચે નવજાત બાળકોને કોરોનાથી બચાવવા માટે થાઈલેન્ડના ડોક્ટરોએ એક અનોખું માસ્ક તૈયાર કર્યું છે. આ માસ્કમાં અનેક વિશેષતાઓ છે. થાઈલેન્ડના પાઓલો હોસ્પિટલે બાળકોને કોરોના વાયરસથી બચાવવા ખાસ પ્રકારના માસ્ક તૈયાર કર્યાં છે જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
આ હોસ્પિટલમાં જન્મ લેનારા દરેક બાળકોને આ માસ્ક પહેરાવવામાં આવી રહ્યાં છે. જેથી બાળકોને કોરોનાનું સંક્રમણ ના લાગે. કોરોનાથી બચાવવા માટે બનાવેલા આ અનોખા માસ્કની બનાવટ શિલ્ડ જેવી છે.
સોશિયલ મીડિયામાં માસ્ક પહેરેલા બાળકનો ફોટો વાયરલ થયા છે. આ શિલ્ડ એટલું મોટું છે કે, બાળકના અડધા શરીરને તેનાથી ઢાંકી દે છે. આ શિલ્ડ ખૂબજ પ્રોટેક્ટિવ હોવા સાથે આરામદાયક પણ છે. તેનાથી બાળકને કોઈ મુશ્કેલી પડતી નથી. આ માસ્કથી બાળકોને કોરોનાથી બચાવી શકાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion