શોધખોળ કરો
Advertisement
અર્થતંત્રની ચિંતામાં જર્મનીના નાણાં પ્રધાને કરી લીધી આત્મહત્યા
જર્મનીના હેસે સ્ટેટના નાણાં પ્રધાન થોમસ શેફરે કોરોના વાયરસને કારણે ઉદભવેલી તંગ આર્થિક સ્થિતિમાંથી અર્થતંત્રને કેવી રીતે બચાવવું તેની ચિંતામાં આત્મહત્યા કરી લીધી
ફ્રેંકફર્ટઃ જર્મનીના હેસે સ્ટેટના નાણાં પ્રધાન થોમસ શેફરે કોરોના વાયરસને કારણે ઉદભવેલી તંગ આર્થિક સ્થિતિમાંથી અર્થતંત્રને કેવી રીતે બચાવવું તેની ચિંતામાં આત્મહત્યા કરી લીધી છે તેમ સ્ટેટ પ્રિમિયર વોકર બોફિયરે રવિવારે જણાવ્યું હતું. 54 વર્ષિય શેફર શનિવારે એક રેલવે ટ્રેક નજીક મૃત હાલતમાં મળી આવ્યા હતા.
વેઈસબેડન પ્રોસિક્યુશનના કાર્યાલયે જણાવ્યું હતું કે, તેમણે આત્મહત્યા કરી લીધી હોય તેવું માનવામાં આવે છે. અમને આઘાત લાગ્યો છે, અમને આ ઘટના માનવામાં આવતી નથી. હેસે જર્મનીની આર્થિક રાજધાની ફ્રેન્કફર્ટનું ગૃહરાજ્ય છે.
શેફર છેલ્લા 10 વર્ષથી હેસ રાજ્યના નાણાં પ્રધાન હતાં અને કોરોનાની મહામારીની આર્થિક અસરને ખાળવા અને આ સ્થિતિમાં કંપનીઓ તથા કામદારોને મદદરૂપ બનવા દિવસ-રાત કામ કરી રહ્યા હતા.
તેમની કામ કરવાની તથા સતત ચિંતિત રહેવાની સ્થિતિને જોતાં અમે એવુ માની શકીએ છીએ કે, તે ઊંડા ડિપ્રેશનમાં જતાં રહ્યા હતા અને આ સંજોગોમાં આત્મહત્યાનું પગલુ ભર્યું હતું. આ કપરા સમયમાં અમારે ખરેખર તેમના જેવા ઉમદા પ્રધાનની જરૂર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement