શોધખોળ કરો
આખી દુનિયામાં કોરોનાનો કાળો કહેર, કયા દેશમાં કેટલાં લોકોનાં મોત નિપજ્યાં, આ રહ્યાં લેટેસ્ટ આંકડા
કોરોના વાઈરસે વિશ્વભરના મોટાભાગના દેશોને ભરડામાં લીધા છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા છ લાખે પહોંચી ગઈ છે. તેમાં ત્રણ લાખથી વધારે કેસ યુરોપમાં છે.

કોરોના વાઈરસે વિશ્વભરના મોટાભાગના દેશોને ભરડામાં લીધા છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા છ લાખે પહોંચી ગઈ છે.તેમાં ત્રણ લાખથી વધારે કેસ યુરોપમાં છે. વિશ્વભરમાં મૃત્યાઆંક 27365 થયો છે. અત્યાર સુધીમાં 1 લાખ 33 હજાર 300 લોકને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકાની અંદર કોરોના વાઈરસના 1 લાખ 4 હજાર 205 કેસ નોંધાયા છે. અહીં મૃત્યુઆંક 1700થી વધી ગયા છે. ઈટાલીમાં 86498 કેસ નોંધાયા છે. અહી મૃત્યુઆંક 9134 થયો છે. અમેરિકાએ કોરોના વાઈરસ પ્રભાવિત દેશોને આ મહામારી સામે લડવા માટે 174 મિલિયન ડોલરની સહાય કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત ભારતને 2.9 મિલિયન ડોલર (21.7 કરોડ રૂપિયા)ની મદદ આપવામાં આવશે. બીજીતરફ ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં 16267 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો વિશ્વમાં થયેલા કુલ મોતના 60 % છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ યુરોપમાં પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ લાખથી વધારે છે. ફ્રાન્સમાં એક દિવસમાં 300થી વધારે લોકોએ કોરોના વાઈરસના સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો છે. અહીંની સરકારે લોકડાઉનને 15 દિવસ લંબાવી દીધો છે. ફ્રાન્સ યુરોપનો ત્રીજો સૌથી વધારે પ્રભાવિત દેશ છે. અહીં 1995 લોકોના મોત થયા છે અને કુલ પોઝિટિવ કેસની સંખ્યા 32964 છે. અમેરિકામાં 1701, ઈટાલીમાં 9134, ચીનમાં 3295, સ્પેનમાં 5138, ફ્રાન્સમાં 1995, ઈરાનમાં 2378, જર્મનીમાં 351, બ્રિટનમાં 759, સ્વિત્ઝરલેન્ડમાં 231, દ. કોરિયામાં 144, નેધરલેન્ડમાં 546, ઓસ્ટ્રિયા 58, બેલ્જિયમમાં 289, તુર્કીમાં 92, કેનેડામાં 55, પોર્ટુગલમાં 76, નોર્વેમાં 19, ઓસ્ટ્રેલિયામાં 14, બ્રાઝિલમાં 93, સ્વિડનમાં 105, ઈઝરાયલમાં 12, મલેશિયામાં 26, આયર્લેન્ડમાં 22 અને ભારતમાં 19 લોકોનાં મોત નિપજ્યાં છે.
વધુ વાંચો





















