શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસના કારણે ઈરાનમાં 12 લોકોના મોત
આ ખતરનાક વાયરસ અલગ અલગ દેશોમાં પહોંચી રહ્યો છે. ઈરાનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 12 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં યથાવત છે. આ ખતરનાક વાયરસ અલગ અલગ દેશોમાં પહોંચી રહ્યો છે. ઈરાનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 12 લોકોના મોત થયા છે. દક્ષિણ કોરિયામાં કુલ 70 નવા કેસ સામે આવ્યા છે અને સોમવાર સુધીમાં 833 લોકો સંક્રમિત હોવાનું સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતું.
ઈરાનના સ્વાસ્થ્યમંત્રીએ જણાવ્યું હતું કે કુલ 12 લોકોનુ કોરોના વાયરસના લીધે મૃત્યુ થયું છે જ્યારે 47 કેસ સામે આવ્યા છે. મંત્રી અસદ્દોલ્લાહ અબ્બાસીએ એક ન્યૂઝ એઝન્સીને આ માહિતી આપી હતી.
અફઘાનિસ્તાનના પબ્લિક હેલ્થ મિનિસ્ટર ફિરોઝુદ્દીન ફિરોઝે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. અત્યારે હેરાત પ્રાંતમાં ત્રણ શંકાસ્પદ કેસની તપાસ ચાલી રહી છે.
ઈરાકે કુવૈતથી જોડતી સફવાન બોર્ડરને બંધ કરી હતી. કોરોના વાયરસના ખતરાને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારે કુવૈત તરફથી જણાવવામાં આવ્યું હતું કે ઈરાનથી આવેલા ત્રણ લોકોનો કેસ પોઝિટીવ આવ્યો છે. ઈરાનથી આવતા લોકો પર પણ ઈરાકે પ્રતિબંધ લગાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion