શોધખોળ કરો

કોરોના વાયરસથી દુનિયાભરમાં 86 હજાર લોકો પ્રભાવિત, ચીનમાં 24 કલાકમાં 47 લોકોના મોત

ચીનમાં કોરોના સંક્રમણના 79,251 કેસ થયા છે અને સમગ્ર વિશ્વમાં કુલ 86 હજાર કેસ નોંધાયા છે.

બીજિંગ: ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસનો કહેર હવે દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. જાપાન, ઈરાન અને દક્ષિણ કોરિયામાં કોરોના વાઈરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. દક્ષિણ કોરિયામાં વધુ 594 કેસ નોંધાયા છે ત્યારે મૃત્યુઆંક પણ વધીને 17 થયો છે. ચીનમાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ 47 લોકોના મોત છે. કોરોના વાઈરસને લીધે મૃત્યુ પામનારનો આંકડો વધીને 2800ને પાર થયો છે. ભારતે પણ સાવચેતીના પગલારૂપે જાપાન અને દક્ષિણ કોરિયાના નાગરિકો માટે વિઝ ઓન અરાઈવલની સુવિધા રદ્દ કરી દીધી છે. આ ઉપરાંત ઈરાન સાથેની તમામ ઉડ્ડાન સેવા રદ્દ કરી દીધી છે . દક્ષિણ કોરિયામાં કોરોના વાઈરસના વધુ 594 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2,931 થઈ છે. આ ઉપરાંત દક્ષિણ કોરિયામાં મૃતકોનો આંક વધીને 17 થયો છે. બીજીબાજુ ચીનના નેશનલ હેલ્થ કમિશનએ શનિવારે કોરોના વાઈરસને લીધે વધુ 47 લોકોના મોત થતા દેશમાં કુલ મૃત્યુઆંક 2,835 થયો છે. આ ઉપરાંત કોરોના વાઈરસના સંક્રમણના વધુ 427 નવા કેસ નોંધાયા છે,જે અગાઉના દિવસે 327 કેસ નોંધાયેલા હતા, આ સાથે ચીનમાં કોરોના સંક્રમણના 79,251 કેસ થયા છે અને સમગ્ર વિશ્વમાં કુલ 86 હજાર કેસ નોંધાયા છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યું કે સૌથી વધુ કોરોના વાયરસની અસર હુબેઈ પ્રાંતમાં થઈ છે. જેની રાજધાની વુહાનથી ગત વર્ષે ડિસેમ્બરથી આ વાયરસ ફેલાવવાનું શરૂ થયું હતું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ રોગને કોવિડ-19 નામ આપ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ

Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો

સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 

ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  

નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  

વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 

આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  

Embed widget