શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, ટૂંકમાં જ કોરોના વાયરસનો થશે ખાત્મો!
મંગળવાર સુધી હુબેઈ પ્રાંતમાં કોરોના વાયરસનાં કારણે 125 લોકોનાં મોત થયા છે અને 3,554 કેસની પુષ્ટિ થઈ હતી.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોને જીવલેણ કોરોના વાયરસ વિરુદ્ધ ચાલી રહેલા આ જંગમાં સફળતા મળી હોવાનો દાવો કર્યો છે. ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તેમણે ચીનની બહાર એક સેમ્પલ બનાવ્યું છે અને તેઓ ટૂંક સમયમાં જ તેની સારવાર માટે તેને ઉપયોગમાં લઈ શકે છે.હાલમાં જોઈએ તો ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ ફેલાયેલો છે. શ્વાસ સાથે જોડાયેલી આ બિમારીમાં અત્યાર સુધીમાં ચીનમાં 132 લોકોના મોત થઈ ગયા છે.લગભગ 6000થી પણ વધુ લોકો તેના સંક્રમણમાં આવ્યા છે.
મેલબર્નમાં ધ ડોહર્ટી ઇન્સ્ટિટ્યૂટે બુધવારનાં જણાવ્યું કે એક દર્દીનાં સેલ કલ્ચર દરમિયાન કોરોના વાયરસનું સેમ્પલ વિકસિત કરવામાં આવ્યું છે. પહેલીવાર ચીનની બહાર વિકસિત કરવામાં આવેલા વાયરસની વિગતો ટૂંકમાં વર્લ્ડ સ્વાસ્થ્ય સંગઠન સાથે શેર કરવામાં આવશે. વાયરસ આઇડેન્ટિફિકેશન લેબનાં હેડ જુલિયનડ્રુસે કહ્યું કે, “ચીની અધિકારીઓએ આ નોવેલ કોરોના વાયરસને જીન જૂથ જાહેર કર્યું હતુ, જે આ રોગની ઓળખ કરવામાં મદદગાર છે.
ચીનના સ્વાસ્થ્ય અધિકારીએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, વાયરસ સંક્રમણવાળા 5974 કેસની ખાતરી કરી લીધી છે તથા આ વાયરસથી થતાં નિમોનિયાના બીજા 31 નવા કેસ પણ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં આ રોગના કારણે 132 લોકોના મોત થઈ ગયા છે.
તેમણે કહ્યું કે મંગળવાર સુધી હુબેઈ પ્રાંતમાં કોરોના વાયરસનાં કારણે 125 લોકોનાં મોત થયા છે અને 3,554 કેસની પુષ્ટિ થઈ હતી. ચીની હજુ સુધી બીજા કોઈ દેશની લેબમાં વાયરસનાં સેમ્પલ શેર નથી કર્યા. જો કે ઑસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકો જલદી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે જાણકારી શેર કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement