શોધખોળ કરો
કોરોનાનો ખૌફઃ ચીનમાં સલૂનમાં 4 ફુટ દૂરથી વાળ કાપી રહ્યા છે, નામ- લોંગ ડિસ્ટન્સ હેરકટિંગ
હેનાના પ્રાંત જ નહીં, ચીનના સિચુઆન પ્રાતંના લુઝોઉમાં પણ વાળંદ આ રીતનો ઉપયોગ કરી રહ્યા છે. તેને ચીનના લોકો લોંગ ડિસ્ટન્સ હેર કટિંગ કરી રહ્યા છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ચીનમાં 80,409 લોકોને ચેપ લાગ્યો છે. અત્યાર સુધીમાં 3012 લોકોના મોત થયા છે. ચીનમાં કોરોના વાયરસનો ડર એટલો છે કે વાણંદ પણ વાળ ત્રણ ચાર ફુટ દૂરથી કાપી રહ્યા છે. ચીનના સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થયો છે. ચીનના હેનાત પ્રાંતના સલુનમાં વાણંદ વાળ ત્રણ ચાર ફુટ દૂરથી કાપી રહ્યા છે. લોકોના વાળની સ્ટાઇલિંગ પણ ત્રણ ચાર ફુટ દૂરથી થઈ રહી છે. હેનાના પ્રાંતના અનેક હેર ડ્રેસરએ આ રસપ્રદ રીત કાઢી છે. આ લોકો લાંબી લાંબી લાકડીમાં પોતાની કારત, ટ્રિમર, બ્રશ વગેરે લગાવીને હેર સ્ટાઇલિંગ કરી રહ્યા છે. માત્ર હેનાના પ્રાંત જ નહીં, ચીનના સિચુઆન પ્રાતંના લુઝોઉમાં પણ વાળંદ આ રીતનો ઉપયોગ કરી રહ્યા છે. તેને ચીનના લોકો લોંગ ડિસ્ટન્સ હેર કટિંગ કરી રહ્યા છે.
લુઝોઉના હેર સ્ટાઈલિશ બિંગે કહ્યું કે, ગભરાટ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. લોકો હવે બહાર નીકળી રહ્યા છે. પરંતુ બચાવ માટે જરૂરી છે કે અમે હજુ પણ દૂરથી જ વાળ કાપીએ. આ કામમાં મેહનત ઘણી વધારે છે. ઝીણવટથી કામ કરવું પડતું હોય, તમારા હાથમાં વધારે તાકત હોવી જોઈએ, ત્યારે જ આટલા દૂરથી કોઈ યંત્ર વડે તમે વાળ કાપી શકો. ચીનની સરકારે આદેશ આપ્યા છે કે તમે સાર્વજનિક જગ્યા પર એકબીજાથી 5 ફુટ દૂર રહેવું. જેથી કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ ખૂબ જ ઓછું રહે. ચીનમાં કોરોના વાયરસના કારણે નવા સંક્રમિત લોકોમાં ઘટાડો થયો છે. જ્યારે વિશ્વના અન્ય દેશોમાં કોરોનાનો ચેપ લાગવાની સંખ્યા વધી રહી છે.Chinese hairdresser. In an epidemic, wash your hands and head more often.#Coronavirus #COVID19 #COVID2019 #CoronaOutbreak #ChinaCoronaVirus #كورونا #China #CoronaOutbreak pic.twitter.com/PVBzlt8E1S
— Farhang F. Namdar (@FarhangNamdar) March 1, 2020
વધુ વાંચો





















