શોધખોળ કરો
Advertisement
ચીની વૈજ્ઞાનિકનો દાવો- વુહાન શહેરની લેબમાં બનાવવામાં આવ્યો હતો કોરોના વાયરસ
ચીનની એક મહિલા વૈજ્ઞાનિકે કોરોના વાયરસને લઇને એવો દાવો કર્યો છે ત્યારબાદ ચીની મુશ્કેલીઓ વધી શકે છે. વૈજ્ઞાનિકે દાવો કર્યો હતો કે ચીનના વુહાન લેબમા કોરોના વાયરસ તૈયાર કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ ચીનની એક મહિલા વૈજ્ઞાનિકે કોરોના વાયરસને લઇને એવો દાવો કર્યો છે ત્યારબાદ ચીની મુશ્કેલીઓ વધી શકે છે. વૈજ્ઞાનિકે દાવો કર્યો હતો કે ચીનના વુહાન લેબમા કોરોના વાયરસ તૈયાર કરવામાં આવ્યો હતો.
આ દાવો ચીનની મહિલા વૈજ્ઞાનિક અને વાયરોલોજિસ્ટ ડોક્ટર લી-મેંગ યાને કર્યો હતો. તે હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ માટે કામ કરે છે.
ડોક્ટર યાને દાવો કર્યો હતો કે તેને પોતાના રિસોર્ચમાં એ વાતના પુરાવા મળ્યા છે કે વુહાનની એક લેબમાં જ કોરોના વાયરસ બનાવવામાં આવ્યો છે. આ લેબ સરકારના નિયંત્રણમાં છે.
વિયોન વેબસાઇટમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર યાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કોરોના વાયરસની જાણ થવા છતાં કોઇની આંખ ખુલી નથી. એટલે સુધી કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ કોઇ પ્રતિક્રિયા આપી નથી.
યાનને વુહાનના સ્થાનિક ડોક્ટરો અને ગુપ્ત જાણકારીથી જાણવા મળ્યું હતું કે, વાયરસ બજારમાં નહી જન્મ્યો પરંતુ તેને લેબમાં બનાવવામાં આવ્યો છે. તેણે દાવો કર્યો કે ચીનના અધિકારીઓ જાણતા હતા કે વાયરસ માનવીમાંથી માનવીમાં સંક્રમણ છે પરંતુ તે ચૂપ રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement