શોધખોળ કરો
Advertisement
Coronavirus: હૉલિવૂડના જાણીતા એક્ટર માર્ક બ્લમનું કોરોના વાયરસથી નિધન
દુનિયાભરમાં 5 લાખ 33 હજારથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે અને 24 હજાર 99 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
નવી દિલ્હી: હૉલિવૂડના સુપરસ્ટાર માર્ક બલ્મનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. માર્ક બ્લમ થોડા દિવસ પહેલા જ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. અહેવાલ અનુસાર તેમનું અવસાન સારવાર દરમિયાન થયું હતું. માર્કની પત્નીએ તેમના મોતની પુષ્ટી ઈ-મેલ દ્વારા આપી હતી કે, મારા પતિ કોરોનાથી વાયરસની ઝપેટમાં હતા, જેમનું નિધન થઈ ગયું છે.
SAG-AFTRA ની એગ્ઝિક્યૂટિવ વાઈસ પ્રેસીડેન્ટ રેબીકા ડમોને પણ ખબરની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું કે, ખૂબજ દુખદ સમાચાર છે કે આપણી વચ્ચે માર્ક હવે નથી રહ્યા. તેમનું મોત કોરોનાના સંક્રમણથી થયું છે. માર્ક SAG-AFTRAના 2007થી 2013 સુધી મેમ્બર રહ્યા હતા. તેઓ એક પ્રતિભાશાળી અભિનેતા હતા. એક સારા મિત્ર અને દિલથી મહાન વ્યક્તિ હતા. હું તેમને યાદ કરતી રહીશ.
ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં 5 લાખ 33 હજારથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે અને 24 હજાર 99 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement