શોધખોળ કરો
Advertisement
Coronavirus: બ્રિટન બાદ હવે આ દેશે 31 જાન્યુઆરી સુધી લગાવ્યું લોકડાઉન, લાગુ કર્યા કડક નિયમ, સ્કૂલો રહેશે બંધ
Lockdown News: સમગ્ર જર્મનીમાં પ્રથમ વખથ બિન જરૂરી યાત્રા માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમ પ્રમાણે ઘરમાંથી કોઈ એક જ વ્યક્તિ મંજૂરીથી બહાર નીકળી શકશે. તે સિવાય કોઇ બહારન નહીં જઈ શકે.
નવી દિલ્હીઃ કોરોના મહામારીને ફેલાતી અટકાવવા જર્મનીમાં 31 જાન્યુઆરી સુધી લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. ચાંસેલર એન્જેલા મર્કલે દેશના તમામ રાજ્યોના ગવર્નરો સાથે બેઠક કરી હતી, જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને દેશમાં 31 જાન્યુઆરી સુધી લોકડાઉન લાદવાની જાહેરાત કરી હતી.
મર્કલે કહ્યું, કોરોના વાયરસના મામલા વધી રહ્યા છે. અમે 31 જાન્યુઆરી સુધી દેશમાં લોકડાઉન લગાવી રહ્યા છીએ. અમે લોકોના હિતમાં પગલું ભર્યું છે. સમગ્ર જર્મનીમાં પ્રથમ વખથ બિન જરૂરી યાત્રા માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમ પ્રમાણે ઘરમાંથી કોઈ એક જ વ્યક્તિ મંજૂરીથી બહાર નીકળી શકશે. તે સિવાય કોઇ બહારન નહીં જઈ શકે.
ગાઇડલાઇન મુજબ, જાન્યુઆરીના અંત સુધી દુકાનો અને રેસ્ટોરંટ બંધ રહેશે. મહિનાના અંત સુધી ઓનલાઇન યોજાતા વર્ગોની સાથે સ્કૂલ પણ બંધ રહેશે. આ અંગે જાણકારી આપતાં ચાંસેલરે કહ્યુ, 25 જાન્યુઆરીએ સમીક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય લેવાશે.
અન્ય યૂરોપિયન દેશોની જેમ જર્મની પણ કોરોના વાયરસની બીજી લહેરને રોકવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. આ પહેલા બ્રિટને પણ લોકડાઉન લાગુ કર્યુ હતું.
રાશિફળ 6 જાન્યુઆરીઃ કઈ રાશિના જાતકોએ રાખવી પડશે સાવધાની, જાણો આજનું રાશિફળ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement