શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિશ્વભરમાં કોરોનાથી કેટલા લોકોના થયા મોત? કેટલા લોકોને લાગ્યો ચેપ, જાણો વિગતે
અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7,09,201 પર પહોંચી છે. જેમાં એક જ દિવસમાં 31,631 નવા મામલા સામે આવ્યા છે.
ન્યૂયોર્કઃ વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા દોઢ લાખને પાર કરી ગઈ છે. જીવલેણ વાયરસના કારણે 1,54,126 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા 22 લાખને પાર કરી ગઈ છે. વિશ્વભરમાં સંક્રમિતોની સંખ્યા 22,48,330 પર પહોંચી છે.
આ દેશોમાં નોંધાયા કોરોનાના સૌથી વધારે સંક્રમિત
અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 7,09,201 પર પહોંચી છે. જેમાં એક જ દિવસમાં 31,631 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે સ્પેનમાં 1,90, 839, ઈટાલીમાં 1,72,434, ફ્રાંસમાં 1,47,969 અને જર્મનીમાં 1,41,397 સંક્રમિતો અત્યાર સુધીમાં સામે આવ્યા છે. આ ચારેય દેશમાં એક જ દિવસમાં સંક્રમિતોની સંખ્યામાં અનુક્રમે 5891, 3493, 1909 અને 3699નો વધારો થયો હતો.
આ દેશોમાં ગઈકાલે થયા સૌથી વધારે મોત
અમેરિકામાં કોરોનાથી મૃતકોની સંખ્યા 37,135 થઈ છે. જ્યારે એક જ દિવસમાં 2516 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. જ્યારે ચીનમાં 1290, બ્રિટનમાં 847, ફ્રાંસમાં 761 અને સ્પેનમાં 687 લોકોના મોત થયા છે.
અમેરિકાએ પાકિસ્તાનને મોકલી મદદ
પાકિસ્તાનને કોરોના વાયરસ સામે લડવા અમેરિકા તરફથી 8.4 મિલિયન ડોલરની મદદ કરવામાં આવી છે. જેની જાહેરાત અમેરિકાના એમ્બેસેડર પોલ જોંસે શુક્રવારે કરી હતી. જાપાનમાં લોકોને કોરોના વાયરસથી બચાવવા પ્રધાનમંત્રીના આદેશ પર લોકોને ફ્રીમાં Abenomask માસ્ક વહેંચવામાં આવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion