શોધખોળ કરો
Advertisement
અમેરિકા-ઇઝરાયેલ બાદ હવે UAEએ ભારત પાસે માંગી હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીન દવા, જાણો વિગતે
UAEને દવા આપવા અંગે ભારત સરકાર વિચાર કરીને જલ્દી નિર્ણય લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીન દવા મેલેરિયા માટેની દવા છે અને કોરોના સામેની સારવારમાં કારગર સાબિત થઇ રહી છે
નવી દિલ્હીઃ હાલના સમયે દુનિયાની મહાસત્તાઓએ પણ કોરોના વાયરસની સામે ઘૂંટણીયા ટેકી દીધા છે, ત્યારે ભારત એવો દેશ બનીને ઉભર્યો છે, જે આ મહાસંકટમાં અન્ય દેશોની મદદ કરી રહ્યો છે. યુનાઇટેડ આરબ અમીરાત -UAEએ હવે ભારત પાસે મદદ માટે હાથ લંબાવ્યો છે.
UAEમાં ભારતના એમ્બેસેડર પવન કપૂરે જણાવ્યુ કે, UAEએ ભારત પાસે હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીન દવા માટે મદદ માગી છે. UAEએ ભારતની કેટલીક કંપનીઓ પાસે હાઇડ્રૉક્સી ક્લૉરોક્વી દવા માટે રિકવેસ્ટ કરી છે. આ વાતને હવે સરકાર સુધી પહોંચાડવામાં આવી છે અને સરકાર વિચાર કરી રહી છે.
UAEને દવા આપવા અંગે ભારત સરકાર વિચાર કરીને જલ્દી નિર્ણય લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીન દવા મેલેરિયા માટેની દવા છે અને કોરોના સામેની સારવારમાં કારગર સાબિત થઇ રહી છે.
નોંધનીય છે કે, ભારતે કોરોના સંકટમાં અમેરિકા, જર્મની, ઇઝરાયેલ, બ્રાઝિલ, નેપાલ, મોરેશિયસ સહિત દુનિયાના 13 દેશોને હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીન દવાની સપ્લાય કરી છે.
હાલમાં યુએઇમાં કોરોનાના 5000થી વધુ કેસો નોંધાયા છે, અને 33 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
ગુજરાત
Advertisement