શોધખોળ કરો
Advertisement
ચીને પાકિસ્તાનને લગાડ્યો ચૂનો, N-95 માસ્કના બદલે અંડરવિયરમાંથી બનેલા મોકલ્યા માસ્ક, જાણો વિગતે
પાકિસ્તાની માડિયાના જણાવ્યા પ્રમાણે, જ્યારે ચીનથી મેડિકલ સપ્લાઇ પાકિસ્તાન પહોંચ્યા ત્યારે મેડિકલ સ્ટાફે તેની ખોલીને જોતાં જ તેઓ આશ્ચર્યચકિત રહી ગયા હતા. તેમાં એન-95ના સ્થાને અંડરવિયરમાંથી બનેલા માસ્ક હતા.
લાહોરઃ કોરોના વાયરસના સામે જંગ લડી રહેલા પાકિસ્તાનને તેના બેસ્ટ ફ્રેન્ડ ગણાતા દેશ ચીને ચૂનો લગાડ્યો છે. ચીને પાકિસ્તાનને મેડિકલ સપ્લાઇ મોકલવાનો વાયદો કર્યો હતો અને વાયદા પ્રમાણે મેડિકલ સપ્લાઇ મોકલ્યો પણ ખરો. પરંતુ જ્યારે મેડિકલ સપ્લાઇના બોક્સ ખોલીને જોયા ત્યારે હોશ ઉડી ગયા હતા.
બોક્સમાં એન-95 માસ્કના બદલે અંડરવિયરમાંથી બનેલા માસ્ક નજરે પડ્યા હતા. આ પહેલા યુરોપના અનેક દેશો પણ ચીનથી મોકલવામાં આવેલા માસ્ક અને કિટ ખરાબ ગુણવત્તાવાળી હોવાની ફરિયાદ કરી ચુક્યા છે. સ્પેન અને નેધરલેન્ડે તો મેડિકલ સ્લાઇ પરત મોકલવાનો ફેંસલો પણ લીધો હતો.
પાકિસ્તાની માડિયાના જણાવ્યા પ્રમાણે, જ્યારે ચીનથી મેડિકલ સપ્લાઇ પાકિસ્તાન પહોંચ્યા ત્યારે મેડિકલ સ્ટાફે તેની ખોલીને જોતાં જ તેઓ આશ્ચર્યચકિત રહી ગયા હતા. તેમાં એન-95ના સ્થાને અંડરવિયરમાંથી બનેલા માસ્ક હતા. સિંધ પ્રાંતની સરકારે તેની તપાસ કર્યા વગર હોસ્પિટલમાં પણ મોકલી આપ્યા હતા.
વિદેશ મંત્રાલયના નામે લખેલી ચિઠ્ઠીમાં પાકિસ્તાને લખ્યું હતું કે, તેઓ બે લાખ સામાન્ય માસ્ક, બે હજાર એન-95 માસ્ક, પાંચ વેંટિલેટર અને 2 હજાર ટેસ્ટિંગ કિટ મોકલશે. જોકે માસ્ક ઉપરાંત અન્ય કોઈ મેડિકલ સપ્લાઇમાં કોઈ ખામી છે કે નહીં તે જાણવા મળ્યું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
બિઝનેસ
શિક્ષણ
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion