શોધખોળ કરો
Advertisement
સ્પેન-ઈટલીમાં કોરોનાનો કાળો કહેર: ડોક્ટર અને નર્સોએ જે કહ્યું તે સાંભળીને તમારી આંખમાં આવી જશે આંસુ!
કોરોના વાયરસને કારણે ઈટલી અને સ્પેનમાં સ્વાસ્થ્ય સેવાઓ બહુ જ પ્રમાણમાં પ્રભાવિત થઈ ગઈ છે. સમગ્ર દુનિયામાં તેમની હેલ્થ કેર સિસ્ટમના કારણે જાણીતા આ દેશોમાં સુરક્ષા ઉપકરણો, સૂટ અને માસ્કની પણ અછત સર્જાઈ
કોરોના વાયરસને કારણે ઈટલી અને સ્પેનમાં સ્વાસ્થ્ય સેવાઓ બહુ જ પ્રમાણમાં પ્રભાવિત થઈ ગઈ છે. સમગ્ર દુનિયામાં તેમની હેલ્થ કેર સિસ્ટમના કારણે જાણીતા આ દેશોમાં સુરક્ષા ઉપકરણો, સૂટ અને માસ્કની પણ અછત સર્જાઈ મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે. સંક્રમણના સંકજામાં ઘણાં ડોક્ટર અને નર્સ પણ આવી ચુક્યા છે. મૈડ્રિડના લા પાજ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં કામ કરનારી નર્સ પૈટ્રીશિયાએ ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે, જ્યારે મને ખાંસી શરૂ થઈ ત્યારે હું સપ્તાહથી દર્દીઓની ખાંસીથી ટેવાઈ ગઈ હતી. હોસ્પિટલ સંક્રમિત દર્દીઓથી ભરેલું હતું. ખાંસીનો અવાજ સાંભળી સાંભળીને અમારા કાન પાકી ગયા છે.
કોરોના વાઈરસથી સમગ્ર દુનિયાના ડોક્ટર લડી રહ્યા છે. પરંતુ ઈટલી અને સ્પેનમાં ડોક્ટરો યુદ્ધ હારતા હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે આ દેશોમાં સુરક્ષા ઉપકરણોની સપ્તાહથી અછત જોવા મળી રહી છે. સ્પેનમાં સંક્રમિતોની સંખ્યા સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને ડોક્ટરોની સંખ્યા ઘટી રહી છે. ઘણાં ડોક્ટર અને નર્સ વાયરસના સંકજામાં આવી રહ્યા છે.
મૈડ્રિડના લા પાજ હોસ્પિટલમાં પૈટ્રીશિયા સાથે કામ કરનારા ડોક્ટરો અને નર્સોએ જણાવ્યું હતું કે, અમે હિંમત હારી રહ્યા છીએ. અમારે હજુ વધારે સ્વાસ્થ્ય ઉપકરણોની જરૂર છે. 14 માળની હોસ્પિટલમાં 1000 બેડ છે. આ હોસ્પિટલના 11 માળ માત્ર કોવિડ-19ના દર્દીઓથી ભરેલા છે. હજુ વધારે જગ્યાની જરૂર છે. ઓછા સંક્રમણ વાળા દર્દીઓને હોસ્પિટલના જિમ અથવા ટેન્ટ હાઉસમાં રાખવામાં આવી રહ્યા છે.
ઈટલીની જેમ સ્પેનની હેલ્થ કેર સિસ્ટમ પણ દુનિયાભરમાં પ્રચલિત છે. પરંતુ કોરોનાએ આ સિસ્ટમની ખામીઓને ઉઘાડી પાડી છે. ઘણા વર્ષોથી સ્વાસ્થ્ય બજેટમાં ઘટાડો કરવામાં આવી રહ્યો હતો. મહામારીનો ભાર દેશભરની હોસ્પિટલ દબાયેલી છે. ઘણી હોસ્પિટલમાં બેડની અછત હોવાના કારણે દર્દીઓને જમીન પર સૂવાડવામાં આવ્યા છે. હોસ્પિટલના રૂમથી માંડી ઓસરી પણ દર્દીઓથી ભરેલી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement