શોધખોળ કરો
Advertisement
Coronavirus: અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા દોઢ લાખ મામલા, 1600 લોકોના મોત
કોરોના સંક્રમણ પર નજર રાખતી વેબસાઇટ વર્લ્ડોમીટર પ્રમાણે, અમેરિકામાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં બે લાખ 47 હજાર 397 લોકોના મોત થયા છે.
વોશિંગ્ટનઃ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં કોરોના વાયરસ મહામારીની નવી લહેરથી હાહાકાર મચ્યો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના આશરે દોઢ લાખ મામલા સામે આવ્યા છે અને 1600 લોકોના મોત થયા છે.
કોરોના સંક્રમણ પર નજર રાખતી વેબસાઇટ વર્લ્ડોમીટર પ્રમાણે, અમેરિકામાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં બે લાખ 47 હજાર 397 લોકોના મોત થયા છે. આ મહામારીથી 66 લાખ 48 હજરા 697 લોકો ઠીક થઈ ગયા છે. હાલ 38 લાખ 11 હજાર 931 લોકની સારવાર ચાલી રહી છે, જેમાંથી 18 હજાર 683 લોકોની હાલત ગંભીર છે.
જો ફાઇઝરની કોરોના રસીને યુએસ એફડીએ વહેલી મંજૂરી આપશે તો અમેરિકા આગામી મહિનાથી રસીકરણ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકાના સ્વાસ્થ્ય સચિવ એલેક્સ અજારે આ વાત કહી છે. નિષ્ણાતોના કહેવા મુજબ ઠંડી અને ક્રિસમસ દરમિયાન કોરોના વકરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement