શોધખોળ કરો
કોરોના વેક્સીનની ટ્રાયલમાં પ્રથમ મોત, કયા દેશમાં વેક્સીનના પરીક્ષણ દરમિયાન વોલેન્ટિયરે તોડ્યો દમ ? જાણો વિગતે
કોરોના વેક્સીનના ટેસ્ટીંગ દરમિયાન વોલેન્ટિયરનું મૃત્યુ થયાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. બ્રાઝીલમાં ઑક્સફોર્ડ યુનિવર્સિટી પોતાની કોરોના વેક્સીન એસ્ટ્રોજેનિકાનું ટ્રાયલ કરી રહી છે.

બ્રાઝીલ : કોરોના વેક્સીનના ટ્રાયલ સંબંધિત ખૂબજ માઠા સમાચાર સામે આવ્યા છે. બ્રાઝીલમાં કોરોના વેક્સીનના ટેસ્ટીંગ દરમિયાન વોલેન્ટિયરનું મૃત્યુ થયું છે. બ્રાઝીલમાં ઑક્સફોર્ડ યુનિવર્સિટી પોતાની કોરોના વેક્સીન એસ્ટ્રોજેનિકાનું ટ્રાયલ કરી રહી છે. આ વેક્સીનનું ત્રીજા તક્કામાં ટ્રાયલ ચાલી રહ્યું છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર મરનાર વોલેન્ટિયરને વેક્સીન આપવામાં આવી નહોતી. તેથી વેક્સીનનું ટ્રાયલ રોકવામાં નહીં આવે. બ્લૂમબર્ગ અનુસાર, ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વેક્સીનની સુરક્ષાને લઈ કોઈ ચિંતાની વાત નથી. જે વોલેન્ટિયરનું મોત થયું છે તે બ્રાઝીલનો હતો.
આ વેક્સિન એસ્ટ્રાઝેનેકા એઝેડએન.એલ તથા ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી રહી છે. સાથે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વેક્સિનને લગતો ટ્રાયલ આગળ ચાલુ રાખવામાં આવશે. જોકે, આ વોલન્ટિયરને રસી આપવામાં આવી ન હતી માટે રસીનું ટ્રાયલ ચાલુ રાખવામાં આવ્યું છે.
ફેડરલ યૂનિવર્સિટી ઓફ સાઓ પાઓલોની મદદથી બ્રાઝીલમાં કોરોના વાયરસની રસી AZD222ના ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે. યૂનિવર્સિટીએ જાણકારી આપી છે કે જે વેલન્ટિયરનું મોત થયું છે તે બ્રાઝીલનો હતો. બ્લૂમબર્ગ અનુસાર 28 વર્ષના વોલન્ટિયરને રસી આપવામાં આવી ન હતી. Anvisaએ કહ્યું કે, આ ઘટના બાદ પણ રસીનું ટ્રાયલ ચાલુ રહેશે પરંતુ આ મામલે વધારે જાણકારી આપવામાં નથી આવી. જ્યારે ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, રસીની સુરક્ષાને ધ્યાનમાં લઇને કોઈ ચિંતાની વાત નથી.
આ પહેલા બ્રિટનમાં એક વોલેન્ટિયરને સાઈડ ઈફેક્ટ થઈ હતી. જેના કારણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીનું ટ્રાયલ રોકવું પડ્યું હતું. ટ્રાયલ દરમિયાન એક વોલેન્ટિયરની તબિયત બગડી હતી. જો કે સંશોધન કર્તાઓનું કહેવું છે કે, મોટા પાયે પરીક્ષણ દરમિયાન સાઈડ ઈફેક્ટ થવું સામાન્ય છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement