શોધખોળ કરો
ચીનમાં હવે ફરીથી નહીં થાય કોરોના વાયરસનો એટેક, ચીની વૈજ્ઞાનિકે કર્યો મોટો દાવો
દુનિયાભરમાં કુલ 10,15,403 લોકો કોરોનાથી સંક્રમિત છે, આમાં 53000 લોકોના મોત થઇ ચૂક્યા છે,

નવી દિલ્હીઃ ચીનમાંથી ઉદભવેલો કોરોના વાયરસ હાલ દુનિયાભરમાં તબાહી મચાવી રહ્યો છે, ત્યારે ચીની એક્સપર્ટે મોટા દાવો કર્યો છે કે હવે ચીનમાં ફરીથી કોરોના વાયરસનો ખતરો પેદા નહીં થાય. ચીની વૈજ્ઞાનિકે ખુલાસો કરતા કહ્યું છે કે દેશમાં એક ખાસ મૉનિટરીંગ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. 83 વર્ષીય ચીનના કોરોના વાયરસ એક્સપર્ટ અને વૈજ્ઞાનિક ડૉ.ઝોન્ગ નૈનશૈનએ દાવો કર્યો છે કે, હવે ફરીથી ચીનમાં કોરોના વાયરસનો ખતરો નહીં રહે. ડૉ.ઝોન્ગ નૈનશૈન એક ટેલિવિઝન સ્ટેશન પર ઇન્ટરવ્યૂ આપ્યુ હતુ, જેને ડેલી મેલની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવ્યુ હતું. તે અનુસાર ચીનમાં કોરોનાનો બીજો હુમલો નહીં થાય કેમકે સરકારે ચીનમાં મૉનિટરિંગ સિસ્ટમ એકદમ મજબૂત કરી દીધી છે. 83 વર્ષીય ડૉ.ઝોન્ગ નૈનશૈન હાલ ચીનની સરકાર દ્વારા તૈનાત મુખ્ય ટીમના પ્રમુખ છે, ડૉ.ઝોન્ગ નૈનશૈન વધુમાં માહિતી આપી હતી કે, ચીનમાં હવે કોઇપણ સાયલન્ટ કોરોના કેરિયર્સ નથી, જે સંક્રમિત તેમને અમે બધાને હૉસ્પીટલમાં ભરતી કરાવી ચૂક્યા છીએ. આ બધા એસિમ્પ્ટૉમેટિક કેસ કહેવાય છે. એસિમ્પ્ટૉમેટિક કેસથી સંક્રમણ વધવાનો ખતરો ચીનમાં વધારે નથી કેમકે હાલ આની કોઇ પુષ્ટિ નથી. બધા દર્દીઓ ઠીક થઇ ચૂક્યા છે. કોરાના વાયરસના એક્સપર્ટે દાવો કર્યો છે કે આગામી ચાર અઠવાડિયામાં કોરોના વાયરસનો ખાતમો થઇ જશે, અને આખી દુનિયા પહેલા જેવી થઇ જશે.
વધુ વાંચો





















