શોધખોળ કરો
Advertisement
Coronavirus: દુનિયાભરમાં 68 લાખ લોકો સંક્રમિત, અત્યાર સુધીમાં આશરે 4 લાખ લોકોના મોત
છેલ્લા 24 કલાકમાં 1 લાખ 30 હજાર નવા કેસ સામે આવ્યા અને મૃતકોની સંખ્યામાં 4902નો વધારો થયો છે.
Coronavirus: કોરોના વાયરસની દુનિયાભરના 213 દેશમાં અસર છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 30 હજાર નવા કેસ સામે આવ્યા અને મૃતકોની સંખ્યામાં 4902નો વધારો થયો છે. વર્લ્ડોમીટર મુજબ, દુનિયાભરમાં અત્યાર સુધીમાં 68.39 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમાંથી 3 લાખ 97 હજાર 442 લોકોના મોત થયા છે. જ્યારે 33 લાખ લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. દુનિયાના આશરે 76 ટકા કેસ માત્ર 14 દેશમાંથી આવ્યા છે. આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા 52 લાખ છે.
દુનિયામાં કયા કેટલા કેસ, કેટલા મોત
કોરોના વાયરસની સૌથી વધુ અસર અમેરિકામાં થઈ છે. અમેરિકામાં 19 લાખથી વધુ લોકો અત્યાર સુધીમાં કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. એક લાખ 11 હજારથી વધુ મોત થયા ચે. પરંતુ હવે દરરોજ બ્રાઝીલમાં અમેરિકા કરતા વધુ કોરોનાના કેસ અને મોત નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં બ્રાઝીલમાં 30,136 નવા કેસ સામે આવ્યા છે અને 1,008 મોત થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 25,273 નવા કેસ અે 971 મોત થયા છે. બ્રાઝીલમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. બ્રાઝીલ બાદ રશિયા અને ભારતમાં સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે.
અમેરિકા : કેસ- 1,965,588, મોત- 111,386
બ્રાઝીલ : કેસ- 646,006, મોત- 35,047
રશિયા : કેસ- 449,834, મોત- 5,528
સ્પેન : કેસ- 288,058, મોત- 27,134
યૂકે : કેસ- 283,311, મોત - 40,261
ભારત : કેસ- 236,184, મોત- 6,649
ઈટલી : કેસ- 234,531, મોત- 33,774
પેરૂ : કેસ- 187,400, મોત - 5,162
જર્મની: કેસ- 185,414, મોત- 8,763
ટર્કી: કેસ- 168,340, મોત- 4,648
14 દેશોમાં એક લાખથી વધુ કેસ
બ્રાઝીલ, રશિયા, સ્પેન,યૂકે, ઈટલી, ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા બે લાખને પાર પહોંચી છે. આ સિવાય સાત દેશ એવા છે જ્યાં એક લાખથી વધુ કોરોનાના કેસ છે. અમેરિકા સહિત આ 14 દેશોમાં કુલ 52 લાખ કેસ છે. છ દેશ (અમેરિકા, સ્પેન, ઈટલી, બ્રિટન, બ્રાઝીલ) એવા છે, જ્યાં 25 હજારથી વધુના મોત થયા છે.ચીન ટોપ 17 સંક્રમિત દેશની યાદીમાંથી બહાર થઈ ગયું છે. જ્યારે ભારત ટોપ-6 દેશોમાં સામેલ થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement