શોધખોળ કરો
Advertisement
દુનિયામાં કોરોનાનો હાહાકારઃ 24 કલાકમાં આવ્યા 1.21 લાખ નવા કેસ, 5 હજાર લોકો ગુમાવ્યા જીવ
દુનિયાના 213 દેશોમાં તબાહી મચાવી રાખી છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 21 હજાર નવા કોરોનાના કેસો સામે આવ્યા છે, અને મરનારાઓની સંખ્યામાં 4927નો વધારો થયો છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસ દુનિયામાં પોતાનો કેર વર્તાવવાનુ બંધ નથી કરી રહ્યો, દુનિયાના 213 દેશોમાં તબાહી મચાવી રાખી છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 21 હજાર નવા કોરોનાના કેસો સામે આવ્યા છે, અને મરનારાઓની સંખ્યામાં 4927નો વધારો થયો છે.
વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી લગભગ 65.62 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે, આમાંથી 3 લાખ 86 હજાર લોકોના મોત થયા છે. વળી 31 લાખ લોકો સંક્રમણથી મુક્ત પણ થયા છે. દુનિયામાં લગભગ 75 ટકા કોરોનાના કેસો માત્ર 13 દેશોમાંથી આવ્યા છે, આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા 49 લાખ છે.
કોરોનાએ સૌથી વધુ કેર અમેરિકામાં વર્તાવ્યો છે. અમેરિકામાં 19 લાખ લોકો અત્યાર સુધી કોરોના પૉઝિટીવ નીકળ્યા છે. એક લાખથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. પણ હવે દરરોજ બ્રાઝિલમાં અમેરિકાથી વધુ મોતો નોંધાઇ રહી છે. બ્રાઝિલમાં સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. બ્રાઝિલ બાદ રશિયા અને ભારતમાં સંક્રમિતોની સંખ્યા દુનિયામાં સૌથી ઝડપથી વધી રહી છે.
ખાસ વાત છે કે બ્રાઝિલ, રશિયા, સ્પેન, યુકે, ઇટાલી, ભારતમાં કોરોનાની સંખ્યા બે લાખને પાર થઇ ચૂકી છે. આ ઉપરાંત સાત દેશો એવા છે જ્યાં આ આંકડો એક લાખ પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement