(Source: ECI/ABP News/ABP Majha)
Corona Restrictions in Europe: કોરોનાના વધતા મામલાને જોઈ આ દેશોમાં ફરીથી લગાવાયા પ્રતિંબંધો, આ વસ્તુ પર મુકવામાં આવી રહ્યો છે ભાર
બ્રિટનમાં સામી આવી રહેલા કોરોનાના નવા મામલામાં આશરે 99 ટકા ડેલ્ટા વેરિયંટના છે. જેને ધ્યાનમાં લઈ નેધરલેંડ, બુલ્ગારિયા સહિત તમામ યુરોપિયન દેશોએ બ્રિટનના પ્રવાસીઓને આવવા પર પ્રતિબંધ મુકી દીધો
Corona Restrictions in Europe: કોરોનાના મામલા વધતાં યુરોપના અનેક દેશોમાં ફરીથી પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. મોટાભાગના યુરોપિયન દેશોમાં કોરોનાના ખતરનાક ડેલ્ટા વેરિયંટ પ્રસરી ગયો છે. બ્રિટનમાં અનલોક થવાની સાથે જ ઘણા યુરોપિયન દેશોમાં લોકોની આવ-જા શરૂ થઈ ગઈ છે. બ્રિટનમાં સામી આવી રહેલા કોરોનાના નવા મામલામાં આશરે 99 ટકા ડેલ્ટા વેરિયંટના છે. જેને ધ્યાનમાં લઈ નેધરલેંડ, બુલ્ગારિયા સહિત તમામ યુરોપિયન દેશોએ બ્રિટનના પ્રવાસીઓને આવવા પર પ્રતિબંધ મુકી દીધો છે.
દક્ષિણ યુરોપીયન સ્થિત દેશોમાં બ્રિટનમાં મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે. નિષ્ણાતો મુજબ આ વીકેંડમાં આશરે 1 લાખ 35 હજાર પ્રવાસીઓ આવી શકે છે. જેના કારણે કોરોનાના મામલામાં વધારો થઈ શકે છે. આ વાતોને ધ્યાનમાં રાખીને યૂરોપના અનેક દેશોએ તેમની બોર્ડર પર કડક નિયમ લાગુ કર્યા છે.
પ્રવાસીઓની વધતી સંખ્યાને જોતા ફ્રાંસ, પોર્ટુગલ, ગ્રીસ અને ઈટાલી તેમના પાસપોર્ટ નિયમોમાં બદલાવ કરવાની તૈયારી કરી રહ્યા છે. અહીંયા પર્યટકો માટે વેક્સિન પાસપોર્ટ લાવવો ફરજિયાત કરી શકાય છે. જર્મની, સ્પેન, નેધરલેંડથી આવતા લોકો માટે ક્વોરન્ટાઈન થવું ફરજિયાત છે. ઈટાલી, ફ્રાંસે તેમના દેશમાં મ્યુઝિયમ, જિમ અને સિનેમા હોલમાં એન્ટ્રી કરવા માટે વેક્સિનના બંને ડોઝનું પ્રમાણપત્ર ફરજીયાત કરી દીધું છે.
યૂરોપમાં અડધાથી વધારે લોકો વેક્સિનના બંને ડોઝ લઈ ચુક્યા છે. જોકે અલગ અલગ દેશોના આંકડામાં અતર છે. હેલ્થ એક્સપર્ટના કહેવા મુજબ કોરોના મામલા ઝડપથી વધી રહ્યા છે અને વેક્સિનના બંને ડોઝ લઈ ચુકેલા લોકોને પણ લપેટમાં લઈ રહ્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોને તેમના દેશમાં વેક્સિનેશનને લઈ લોકોને ચેતવણી આપી છે. જે બાદ આશરે 37 લાખ લોકોએ રસી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
ભારતમાં મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 29,689 નવા કેસ નોંધાયા અને 415 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 42,363 લોકો કોરોનાથી ઠીક થયા છે.