શોધખોળ કરો
Advertisement
બીજા વિશ્વ યુદ્ધ બાદ કોરોના દુનિયા સામે સૌથી મોટું સંકટઃUN
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેશે કોરોના વાયરસની મહામારીને બીજા વિશ્વ યુદ્ધ બાદની સૌથી મોટું સંકટ ગણાવ્યું છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસથી દુનિયામાં આઠ લાખ 57 હજારથી વધુ લોકો સંક્રમિત છે. જ્યારે કોરોના વાયરસના કારણે મરનારાઓનો આંકડો 42 હજાર સુધી પહોંચી ગયો છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેશે કોરોના વાયરસની મહામારીને બીજા વિશ્વ યુદ્ધ બાદની સૌથી મોટું સંકટ ગણાવ્યું છે.
તેમણે કહ્યું કે આ સંકટ એટલા માટે પણ મોટું છે કારણ કે આ બીમારી દુનિયામાં તમામ લોકો માટે ખતરો છે અને તેની અર્થવ્યવસ્થા પર એવી અસર થશે કે છેલ્લા કેટલાક વર્ષોની સૌથી મોટી મંદી આવશે. દુનિયામામં અસ્થિરતા, અશાંતિ અને ટકરાવ વધશે. આ બધાને જોતા લાગે છે કે બીજા વિશ્વયુદ્ધ બાદનું આ સૌથી મોટું સંકટ છે.
ગુટરેસે કહ્યું કે, આ સંકટનો મજબૂત અને અસરકારક ઉકેલ ત્યારે સંભવ છે જ્યારે તમામ લોકો એકસાથે તેની સામે લડે. આ માટે આપણે રાજકીય ખેલ બંધ કરવા પડશે અને સમજવું પડશે કે માનવ જાતિ દાવ પર લાગી છે. તેમણે કોરોના વાયરસથી સામાજિક અને આર્થિક પ્રભાવનો રિપોર્ટ રજૂ કરતા આ વાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion