શોધખોળ કરો
Advertisement
Corona Vaccine: વિશ્વમાં 3.25 કરોડ કોરોના રસીના ડોઝ અપાયા, જાણો કેટલા દેશોમાં રસી આપવામાં આવી
બ્રિટેન પહેલો દેશ છે જ્યાં કોરોના વેક્સીનને મંજૂરી આપવામાં આવી હતી. જો કે બ્રિટેન કોરોના વેક્સીનેશનમાં અમેરિકાથી પાછળ છે.
કોરોના વાયરસના ખાત્મા માટે આખી દુનિયા એક થઈને લડાઈ લડી રહી છે. અનેક દેશોમાં વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય લોકોને વેક્સીન આપવાની શરૂઆત પણ થઈ ગઈ છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં 3 કરોડ 25 લાખ લોકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે.
અત્યાર સુધીમાં જે કોરોનાની રસી આપવામાં આવી છે તેમાં અમેરિકા સૌથી આગળ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં એક કરોડ 8 લાખ લોકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે. ચીન પણ રસી આપવામાં પાછળ નથી. ચીનમાં અત્યાર સુધીમાં એક કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
ત્યાર બાદ બ્રિટેનનો નંબર આવે છે. બ્રિટેન પહેલો દેશ છે જ્યાં કોરોના વેક્સીનને મંજૂરી આપવામાં આવી હતી. જો કે બ્રિટેન કોરોના વેક્સીનેશનમાં અમેરિકાથી પાછળ છે. બ્રિટેનમાં અત્યાર સુધી 30 લાખ લોકોને વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
તો ઈઝરાયલમાં 20 લાખ, UAEમાં 14 લાખ, ઈટલીમાં 8 લાખ 85 હજાર, રશિયામાં 8 લાખ, જર્મનીમાં 7 લાખ 58 હજાર, સ્પેનમાં 5 લાખ 81 હજાર લોકોને ડોઝ આપવામાં આવ્યા. તો કેનેડામાં 4 લાખ 19 હજાર, ફ્રાંસમાં 2 લાખ 47 હજાર, મેક્સિકોમાં એક લાખ 92 હજાર લોકોને ડોઝ આપવામાં આવ્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement