શોધખોળ કરો
Advertisement
COVID-19: દુનિયાને ફરી બેઠી કરવા વર્લ્ડબેન્કે 100 દેશોને આપી 160 અબજ ડૉલરની મદદ, જાણો વિગતે
વિશ્વબેન્કના અધ્યક્ષ ડેવિડ માલપૉસે એક કૉન્ફરન્સ કૉલમાં સંવાદદાતાઓને કહ્યું કે આ મહામારી અને વિકસિત અર્થવ્યવસ્થાઓને બંધ થવાથી 6 કરોડથી વધુ લોકો ગરીબીની જાળમાં ફસાઇ જશે
વૉશિંગટનઃ કોરોનાના કેર વચ્ચે વર્લ્ડબેન્કે દુનિયાના દેશોને આર્થિક મદદ કરી છે, કોરોના મહામારીના મારથી આખી દુનિયા છીન્નભિન્ન થઇ ગઇ છે, આ સંકટથી નિપટવા માટે વર્લ્ડબેન્કે 100 વિકાસશીલ દેશોને 160 અબજ ડૉલરની મોદી સહાય કરવાની જાહેરાત કરી છે, આ આખી મદદ 15 મહિનાના સમયમાં જ આપવામાં આવશે.
વિશ્વબેન્કના અધ્યક્ષ ડેવિડ માલપૉસે એક કૉન્ફરન્સ કૉલમાં સંવાદદાતાઓને કહ્યું કે આ મહામારી અને વિકસિત અર્થવ્યવસ્થાઓને બંધ થવાથી 6 કરોડથી વધુ લોકો ગરીબીની જાળમાં ફસાઇ જશે.
તેમને કહ્યું કે વર્લ્ડબેન્ક ગ્રૃપે ઝડપથી પગલુ ભર્યુ છે, અને 100 દેશોમાં આપાત સહયતા અભિયાન શરૂ કર્યુ છે. 160 અબજ ડૉલરની રકમ 15 મહિનામાં આપવામાં આવશે. વર્લ્ડબેન્ક પાસેથી મદદ મેળવતા આ 100 દેશોમાં દુનિયાની 70 ટકા વસ્તી રહે છે, આમાંથી 39 આફ્રિકાના ઉપસહારા વિસ્તારના છે. કુલ પરિયોજનાઓમાં એક તૃત્યાંશ આફઘાનિસ્તાન, ચાડ હૈતી અને નાઇઝર વિસ્તારોમાં છે.
તેમને કહ્યું કે, આ કાર્યક્રમમાં દેશોના પ્રમાણે તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી તે કોરોના સંકટનો સામનો કરી શકે, આ કાર્યક્રમથી સ્વાસ્થ્ય વ્યવસ્થા મજબૂત થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બોલિવૂડ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion