શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દશેરાના અવસર પર આજે દેશને મળશે પ્રથમ રાફેલ, ફ્રાન્સમાં સંરક્ષણ મંત્રી કરશે શસ્ત્ર પૂજા
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દશેરાના અવસર પર મંગળવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા અનુસાર શસ્ત્ર પૂજા કરશે
![દશેરાના અવસર પર આજે દેશને મળશે પ્રથમ રાફેલ, ફ્રાન્સમાં સંરક્ષણ મંત્રી કરશે શસ્ત્ર પૂજા Defence Minister Rajnath Singh to receive IAFs first Rafale jet today દશેરાના અવસર પર આજે દેશને મળશે પ્રથમ રાફેલ, ફ્રાન્સમાં સંરક્ષણ મંત્રી કરશે શસ્ત્ર પૂજા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/08104645/3.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ આજે ભારતીય એરફોર્સ 87મો એરફોર્સ ડે મનાવી રહી છે તો બીજી તરફ દેશ દશેરાનો તહેવાર પણ મનાવી રહ્યો છે. ફ્રાન્સમાં આજે ભારતના સંરક્ષણ મંત્રી પ્રથમ રાફેલને રિસીવ કરવા માટે ફ્રાન્સના પેરિસ પહોંચ્યા છે. અહી તેઓ શસ્ત્ર પૂજાની સાથે સાથે રાફેલમાં ઉડાણ પણ ભરશે. રાફેલ વિમાન સામેલ થતાની સાથે એરફોર્સની તાકાતમાં અનેક ગણો વધારો થશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દશેરાના અવસર પર મંગળવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય પરંપરા અનુસાર શસ્ત્ર પૂજા કરશે.
ફ્રાન્સ પહોંચેલા રાજનાથ સિંહે કહ્યુ કે, સ્વાભાવિક રીતે તમામ કોઇ રાફેલને લઇને ઉત્સાહિત છે. રાફેલ ભારતને સોંપી દેવામાં આવશે. હું આશા રાખું છું કે તમે પણ આ સમારોહના સાક્ષી બનશો. દરમિયાન આ સમારોહમાં ફ્રાન્સના સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લે પણ હાજર રહેશે. બોર્ડેક્સ માટે રવાના થતા અગાઉ રાજનાથ સિંહ પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ અમૈનુએલ મૈક્રો સાથે પણ મુલાકાત કરશે. બંન્ને દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષાના મુદ્દા પર ચર્ચા થવાની સંભાવના છે. રાજનાથ સિંહને રાફેલ સોંપવાનો કાર્યક્રમ પેરિસથી લગભગ 590 કિલોમીટર દૂર વિમાન નિર્માતા કંપની દસોલ્ટ એવિએશનના પ્લાન્ટમાં રાખવામાં આવ્યો છે. રાજનાથ સિંહ 9 ઓક્ટોબરના રોજ ફ્રાન્સની ટોચની વેપન્સ નિર્માતા કંપનીઓના સીઇઓ સાથે પણ બેઠક કરશે. નોંધનીય છે કે ભારતે 2016માં ફ્રાન્સ સાથે 58000 કરોડ રૂપિયામાં 36 ફાઇટર પ્લેન ખરીદવાનો કરાર કર્યો હતો. આ વિમાન આધુનિક મિસાઇલથી સજ્જ છે.Defence Minister Rajnath Singh in Paris, France: Naturally, everyone is excited about #Rafale coming to India and Rafale will be handed over tomorrow, you too should witness the ceremony. (07.10) pic.twitter.com/aaIaoz2526
— ANI (@ANI) October 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)