Diwali 2024: અમેરિકામાં દિવાળીની શાનદાર ઉજવણી, 'ઓમ જય જગદીશ હરે'થી ગૂંજી ઉઠ્યું વ્હાઉટ હાઉસ, વીડિયો વાયરલ
આ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોઈને ભારતીય સમુદાયમાં ખુશીની લહેર જોવા મળી રહી છે
White House Diwali Celebration 2024: દિવાળીનો તહેવાર ભારત અને ભારતીય સમુદાયોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી વ્હાઇટ હાઉસમાં પણ ઉજવવામાં આવી હતી. જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલયના મિલિટરી બેન્ડે પ્રખ્યાત ભજન 'ઓમ જય જગદીશ હરે' રજૂ કર્યું હતું. તે એક ખાસ ક્ષણ હતી જ્યારે અમેરિકાએ ભારતીય સંસ્કૃતિના આ અદ્ભુત ગીતને પોતાનો અવાજ આપ્યો, જે આ તહેવારનું મહત્વ દર્શાવે છે.
Wonderful to hear the White House military band play Om Jai Jagdeesh Hare for Diwali. Happy Diwali 🪔 pic.twitter.com/lJwOrCOVpo
— Gita Gopinath (@GitaGopinath) October 31, 2024
આ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોઈને ભારતીય સમુદાયમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. 'ઓમ જય જગદીશ હરે' એક ભક્તિ ગીત છે, જે ભગવાન વિષ્ણુનાના મહિમાનું ગુણગાન કરે છે. આ ગીત દિવાળીની શુભેચ્છાઓ સાથે સમર્પણ અને એકતાનો સંદેશ પણ આપે છે.
Happy Diwali from the White House! Together, may we show the power in the gathering of light. pic.twitter.com/IHKn2gvj5s
— The White House (@WhiteHouse) October 29, 2024
વ્હાઇટ હાઉસમાં આયોજિત આ સમારોહમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અમેરિકાનું સન્માન દર્શાવવામાં આવ્યું હતું. દિવાળીના અવસરે આવા કાર્યક્રમનું આયોજન કરવાથી એ સ્પષ્ટ થાય છે કે વિવિધ સંસ્કૃતિઓનું એકસાથે આવવું કેટલું જરૂરી છે. આ અદભૂત ક્ષણે માત્ર ભારતીય મૂળના અમેરિકનોને જ ગર્વ અનુભવ્યો જ નહીં, પરંતુ એ પણ દર્શાવ્યું કે વિશ્વભરમાં ભારતીય તહેવારોનું સન્માન કરવામાં આવે છે.
આ વર્ષની દિવાળીની ઉજવણી એ વાતનું પ્રતિક છે કે સંગીત અને સંસ્કૃતિ સીમાઓને ઓળંગી શકે છે અને આપણને એક સાથે પણ લાવી શકે છે. તે આપણા બધા માટે એક પ્રેરણાદાયી ઘટના છે, જે આપણને એકબીજાની પરંપરાઓ અને મૂલ્યોનું સન્માન કરવાનું શીખવે છે.