શું સોવિયત સંઘને ફરીથી જીવતુ કરવા માંગે છે રાષ્ટ્રપતિ પુતિન, યૂક્રેન યુદ્ધમાં એવુ શું જોવા મળ્યુ કે થઇ રહી છે આવી ચર્ચા.............
યુદ્ધની વચ્ચે એક એવી તસવીર સામે આવી છે, જેને પુતિનના વિચારોને સમગ્ર દુનિયામાં સામે લાવી દીધી છે.
નવી દિલ્હીઃ યૂક્રેનની રાજધાની કીવમાં રશિયન સૈનિકો પહોંચી ચૂક્યા છે. યૂક્રેન રશિયા સામેની આ લડાઇ લગભગ હારી ગયુ છે. બસ, અધિકારીક જાહેરાત કરવાની રાહ જોવાઇ રહી છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલા આ ધમાસાન યુદ્ધમાં હવે સૌથી મોટી ચોંકાવનારી તસવીર સામે આવી છે. ખરેખરમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરીથી સોવિયત સંઘને બનાવવાની ઇચ્છા રાખે છે, આનો ઉલ્લેખ તો તેઓ ઘણીવાર કરી ચૂક્યા છે.
યુદ્ધની વચ્ચે એક એવી તસવીર સામે આવી છે, જેને પુતિનના વિચારોને સમગ્ર દુનિયામાં સામે લાવી દીધી છે. આ તસવીરમાં એક જવાને પોતાના હાથમાં સોવિયત સંઘનો ઝંડો લીધેલો છે, જે 30 વર્ષ પહેલા તુટી ગયુ હતુ.
સોવિયત યૂનિયનના ઝંડાને હાથમાં લીધેલો છે રશિયન સૈનાએ-
હથોડો અને દાતરડાવાળો આ ઝંડો એકસમયે સોવિયત સંઘની શાન હતી, સોવિયત સંઘની તાકાતનો અહેસાસ આ ઝંડા આખી દુનિયાને કરાવતો હતો, પરંતુ 25 ડિસેમ્બર 1991 એ આ તાકાત તુટી ગઇ અને ક્રેમલિનમાંથી સુપર પાવરની ઓળખ વાળો ઝંડો ઉતારી લેવામાં આવ્યો.
પુતિનના હાથોમાં જ્યારે રશિયાની સત્તા આવી ત્યારબાદ તે ઘણીવાર કહી ચૂક્યા છે કે તે સોવિયત સંઘની વિઘટનની ઘટનાને ઇતિહાસમાં બદલવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, આ યુદ્ધની શરૂઆત ગુરુવારે થઇ જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક લાઇવ ટીવી પર સંબોધન દરમિયાન યૂક્રેનમાં 'વિશેષ સૈન્ય અભિયાન'ની જાહેરાત કરી, ત્યારબાદ રાજધાની કીવ સહિત યૂક્રેનના કેટલાય વિસ્તારો ધમાકાથી ધ્રૂજી ઉઠ્યા હતા.
આ પણ વાંચો......
Surat : પાંડેસરામાં પાણીપુરીની લારી પર મજાક મસ્તીમાં યુવકની થઈ ગઈ હત્યા, જાણો વિગત
IND vs SL: ટી20માં નંબર વન બન્યા રહેવા માટે ટીમ ઈન્ડિયાએ કરવું પડશે આ કામ, જાણો
Video: રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ
Happy birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના