શોધખોળ કરો
ડોનાલ્ડ ટ્રમ્પની સનકી સલાહ, કહ્યું- વાવાઝોડા આવે તે પહેલાં જ તેના પર પરમાણુ બૉમ્બ ફેંકી દો
એક અજાણ્યા સુત્રએ જણાવ્યુ કે, બેઠકમાં સામેલ થયેલા સભ્ય એ કહેતા કાઢી મુક્યા, ‘‘અમે આનુ શુ કરીએ?’’ વેબસાઇટે જોકે એ નથી જણાવ્યુ કે આ વાતચીત ક્યારે થઇ હતી

વૉશિંગટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આવનારા તોફાનો-વાવાઝોડા દેશમાં પહોંચે તે પહેલા જ તેના પર પરમાણુ બૉમ્બ ફેંકવાની સલાહ આપી છે, જેથી અસર ખત્મ થઇ જાય. એક્સિયોસ નામની એક સમાચાર વેબસાઇટે આ સમાચાર આપ્યા છે. વેસબાઇટમાં કહેવામાં આવ્યુ છે કે, વાવાઝોડાને લઇને થયેલા એક બેઠકમાં ટ્રમ્પે જાણવા માગ્યુ કે શું આફ્રિકા તટ પર વાવાઝોડાની પ્રક્રિયાને રોકવા માટે વાવાઝોડા પર જ પરમાણુ બૉમ્બ ફેંકી શકાય?, એટલે કે ટ્રમ્પે સલાહ આપી હતી કે, આફ્રિકાના તટ પર વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થયા તે પહેલા જ તેના પર પરમાણુ બૉમ્બ ફેંકી દેવો જોઇએ.
એક અજાણ્યા સુત્રએ જણાવ્યુ કે, બેઠકમાં સામેલ થયેલા સભ્ય એ કહેતા કાઢી મુક્યા, ‘‘અમે આનુ શુ કરીએ?’’ વેબસાઇટે જોકે એ નથી જણાવ્યુ કે આ વાતચીત ક્યારે થઇ હતી. કહેવાઇ રહ્યું કે, ટ્રમ્પે આ પ્રકારની વાત પહેલીવાર નથી કરી, વર્ષ 2017માં પણ ટ્રમ્પે એક વરિષ્ઠ અધિકારીને પુછ્યુ હતુ કે, શું વાવાઝોડા પર તેના આવ્યા પહેલાજ પરમાણુ બૉમ્બ ફેંકી શકાય.

વધુ વાંચો