(Source: ECI/ABP News/ABP Majha)
Donald Trump Attack: કોણ છે ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનારો શખ્સ ? સામે આવી પહેલી તસવીર
Donald Trump Shooting: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનારા વ્યક્તિની પ્રથમ તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં હુમલાખોરને ખુલ્લા વાળ સાથે જોઈ શકાય છે
Donald Trump Shooting: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનારા વ્યક્તિની પ્રથમ તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં હુમલાખોરને ખુલ્લા વાળ સાથે જોઈ શકાય છે. જોકે, આ તસવીરો પેન્સિલવેનિયાના બટલર શહેરમાં યોજાઈ રહેલી ચૂંટણી રેલી પર હુમલાના સમયની નથી. પૂર્વ રાષ્ટ્રપતિ પર ગોળી મારનાર હુમલાખોરની ઓળખ 20 વર્ષીય થૉમસ મેથ્યૂ ક્રૂક્સ તરીકે થઈ છે, જે બેથેલ પાર્કનો રહેવાસી છે.
બેથેલ પાર્ક પેન્સિલવેનિયા રાજ્યમાં આવેલું ગામ છે. ગામ ઘટના સ્થળથી 40 માઈલ દક્ષિણે આવેલું છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાજ્યના બટલર શહેરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ટ્રમ્પ તરફ ગોળી ચલાવવામાં આવી હતી, જે તેમના કાનની નીકળી ગઈ હતી. આ હુમલા બાદ સિક્રેટ સર્વિસ સ્નાઈપર્સે તરત જ હુમલાખોરને ઠાર માર્યો હતો. હુમલાખોર પાસેથી એઆર સ્ટાઈલની રાઈફલ પણ મળી આવી છે.
ટ્રમ્પ પર હુમલાનું કારણ હજુ સુધી નથી આવ્યુ સામે
વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, મેથ્યૂએ ટ્રમ્પ પર શા માટે હુમલો કર્યો તેની માહિતી હજુ સામે આવી નથી. આ હુમલામાં રેલીમાં સામેલ એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈના સ્પેશિયલ એજન્ટ કેવિન રૉજેકે કહ્યું કે અમને એ વાતથી સૌથી વધુ આશ્ચર્ય થાય છે કે શૂટરે અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. FBI પણ ટ્રમ્પ પર હુમલાની તપાસ કરી રહી છે.
મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ પરથી મંચ પર ઉભા રહેલા ટ્રમ્પ કર્યુ ફાયરિંગ
ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, બટલર શહેરમાં ખુલ્લામાં એક ચૂંટણી રેલી ચાલી રહી હતી, જેમાં ક્રૂક્સે ગોળીબાર કર્યો. ટ્રમ્પના કાન નજીકથી એક ગોળી અડકીને નીકળી ગઇ હતી. બટલર ફાર્મ્સ શો ગ્રાઉન્ડમાં સ્ટેજથી 130 યાર્ડથી વધુ દૂર એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની છત પર ક્રુક્સ સ્થિત હતું. તેણે પ્રથમ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા, જેમાંથી એક ટ્રમ્પને વાગ્યો. આ પછી જ્યારે બધા બેસી ગયા ત્યારે હુમલાખોરે ફરી ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું.