શોધખોળ કરો

ઈરાને US હેલિકોપ્ટર તોડી પાડતા ટ્રમ્પ ભડક્યા: કહ્યું- 'અમે આનો જડબાતોડ જવાબ આપીશું'

Trump Truth Social Iran claim: હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાને અમેરિકાનું અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યું; બંને પાઇલટ સુરક્ષિત, પરંતુ મધ્ય પૂર્વમાં યુદ્ધનું જોખમ વધ્યું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટ્રમ્પે દાવો કર્યો, ઈરાને અમેરિકી હેલિકોપ્ટર હોર્મુઝ સ્ટ્રેટમાં તોડ્યું.
  • હેલિકોપ્ટર પડતા ટ્રમ્પ ગુસ્સે, ઈરાનને આકરો જવાબ આપવાની ચીમકી.
  • એક દિવસ પહેલા ટ્રમ્પે ઈઝરાયલને શાંતિ જાળવવા અપીલ કરી.
  • નવી ઘટનાથી મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિ વધુ વકરી.

Trump Truth Social Iran claim: મધ્ય પૂર્વમાં (Middle East) યુદ્ધ અને તણાવનું વાતાવરણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં પેટ્રોલિંગ કરી રહેલા એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડ્યું છે. આ ઘટના બાદ ટ્રમ્પ ભારે ગુસ્સામાં જોવા મળી રહ્યા છે અને તેમણે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે અમેરિકા આ હુમલાનો આકરો જવાબ આપશે. એક દિવસ પહેલા જ ઈઝરાયલને શાંતિ રાખવાની અપીલ કરનાર ટ્રમ્પના આકરા વલણ બાદ પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાવા લાગ્યા છે.

હેલિકોપ્ટર પર હુમલાથી ટ્રમ્પ લાલઘૂમ

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર એક પોસ્ટ કરીને આ ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગઈકાલે રાત્રે હોર્મુઝ સ્ટ્રેટમાં જ્યારે અમેરિકન અપાચે હેલિકોપ્ટર પેટ્રોલિંગ કરી રહ્યું હતું, ત્યારે ઈરાને તેને નિશાન બનાવીને તોડી પાડ્યું હતું. જોકે, રાહતની વાત એ છે કે હેલિકોપ્ટરમાં સવાર બંને પાઇલટ એકદમ સુરક્ષિત છે. તેમ છતાં, અમેરિકન સૈન્ય પર થયેલા આ સીધા હુમલાથી ટ્રમ્પ લાલઘૂમ છે અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "હવે અમે આનો યોગ્ય અને આકરો જવાબ આપીશું."

એક દિવસ પહેલા જ ઈઝરાયલને શાંતિ રાખવા કહ્યું હતું

અત્રે નોંધનીય છે કે, આ ઘટનાના માત્ર એક દિવસ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને અપીલ કરી હતી કે તેઓ ઈરાનના મિસાઈલ હુમલાનો વળતો જવાબ ન આપે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈઝરાયલ બદલો લેશે, તો છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા માટેની શાંતિ વાટાઘાટો પર પાણી ફરી વળશે. રવિવારે ઈરાને ઈઝરાયલ પર જે મિસાઈલ છોડી હતી, તેમાં કોઈ મોટું નુકસાન ન થયું હોવાથી ટ્રમ્પે નેતન્યાહૂને સંયમ રાખવા અને ઈરાનને ફરીથી વાટાઘાટોના ટેબલ પર લાવવા વિનંતી કરી હતી.

આ પણ વાંચોઃ જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ

"અમેરિકા-ઈરાન વચ્ચેનો કરાર ઈઝરાયલે માનવો પડશે"

ટ્રમ્પે 'ફોક્સ ન્યૂઝ' ને આપેલી મુલાકાતમાં પણ કહ્યું હતું કે, અમેરિકા એક શાંતિ કરારની ખૂબ નજીક છે અને ટૂંક સમયમાં તેને આખરી ઓપ આપવામાં આવી શકે છે. તેમણે 'ફાઇનાન્સિયલ ટાઈમ્સ' ને પણ જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે પણ કરાર થાય, તે ઈઝરાયલે સ્વીકારવો જ પડશે. આ સાથે જ ટ્રમ્પે લેબનોનની રાજધાની બેરૂત પર ઈઝરાયલે કરેલા હુમલાની આકરી ટીકા પણ કરી હતી. પરંતુ હવે, ઈરાન દ્વારા અમેરિકન હેલિકોપ્ટર તોડી પાડવાની આ નવી ઘટનાથી મધ્ય પૂર્વની સ્થિતિ ફરી અત્યંત નાજુક અને વિસ્ફોટક બની ગઈ છે. કોઈપણ મોટો નિર્ણય આખા વિસ્તારની શાંતિ ડહોળી શકે છે.

Frequently Asked Questions

ટ્રમ્પે ઈરાન વિશે શું દાવો કર્યો છે?

ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં પેટ્રોલિંગ કરી રહેલા એક અમેરિકન અપાચે હેલિકોપ્ટરને તોડી પાડ્યું છે. જોકે, હેલિકોપ્ટરમાં સવાર બંને પાઇલટ સુરક્ષિત છે.

ટ્રમ્પે આ દાવો કયા પ્લેટફોર્મ પર કર્યો?

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર એક પોસ્ટ કરીને આ ચોંકાવનારો દાવો કર્યો હતો.

હેલિકોપ્ટર પરના હુમલા અંગે ટ્રમ્પની પ્રતિક્રિયા શું હતી?

ટ્રમ્પ આ હુમલાથી ભારે ગુસ્સામાં છે અને તેમણે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે અમેરિકા આ હુમલાનો આકરો અને યોગ્ય જવાબ આપશે.

આ ઘટનાના એક દિવસ પહેલા ટ્રમ્પે ઈઝરાયલને શું સલાહ આપી હતી?

ટ્રમ્પે ઈઝરાયલના વડાપ્રધાનને ઈરાનના મિસાઈલ હુમલાનો વળતો જવાબ ન આપવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે બદલો લેવાથી શાંતિ વાટાઘાટો પર પાણી ફરી વળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
US-Iran War: જો ઈરાન માની લેશે આ શરત તો પરમાણુ ડીલથી પાછળ હટી જશે ટ્રમ્પ? રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
Advertisement

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Embed widget