શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જો બાઈડન અને કમલા હેરિસના શપથ ગ્રહણમાં નહી જાય ડોનાલ્ડ ટ્રંપ, ટ્વિટ કરી કહી આ વાત
ડોનાલ્ડ ટ્રંપે કહ્યું તે જો બાઈડનના શપથ ગ્રહણ સમારોહમાં નહી જાય. ડેમોક્રેટિત પાર્ટીના 78 વર્ષના નેતા બાઈડન 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે.
![જો બાઈડન અને કમલા હેરિસના શપથ ગ્રહણમાં નહી જાય ડોનાલ્ડ ટ્રંપ, ટ્વિટ કરી કહી આ વાત Donald trump says i will not be going to the joe biden inauguration on january 20th જો બાઈડન અને કમલા હેરિસના શપથ ગ્રહણમાં નહી જાય ડોનાલ્ડ ટ્રંપ, ટ્વિટ કરી કહી આ વાત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/09035950/donald-trump.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વૉશિંગટન: ડોનાલ્ડ ટ્રંપે કહ્યું તે જો બાઈડનના શપથ ગ્રહણ સમારોહમાં નહી જાય. ડેમોક્રેટિત પાર્ટીના 78 વર્ષના નેતા બાઈડન 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. જ્યારે ભારતીય મૂળની નેતા 56 વર્ષીય કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ પદની કમાન સંભાળશે.
ટ્વિટ એકાઉન્ટ પર 12 કલાકના બેન બાદ ટ્રંપે બે ટ્વિટ કર્યા છે. તેમણે કહ્યું, 'જે પૂછી રહ્યા છે તેમણે જણાવી દઉ કે હું 20 જાન્યુઆરીએ શપથમાં નહી જઈશ.'
ઉલ્લેખનીય છે કે અમેરિકી કૉંગ્રેસે ગુરૂવરે એક સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ પદ માટે જો બાઈડન અને ઉપ રાષ્ટ્રપતિ પદ માટે કમલા હેરિસના નિર્વાચનની ઔપચારિક રૂપથી પુષ્ટી કરી હતી.
તેના થોડા કલાક પહેલા ડોનાલ્ડ ટ્રંપના સમર્થકોએ કેપિટલ ભવન સંસદ ભવન પર ધર્ષણ કર્યું હતું. આ દરમિયાન હિંસા થઈ હતી. આ હિંસામાં પાંચ લોકોના મોત થયા છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ત્રણ નવેમ્બરે ચૂંટણી થઈ હતી. બાઈડન અને હેરિસનો 306 ઈલેક્ટોરલ કૉલેજ મત મળ્યા હતા, જ્યારે ટ્રંપ અને પેંસને ખાતમાં 232 ઈલેક્ટોરલ કૉલેજ વોટ આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)