શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
‘Howdy Modi’ કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે પૂછ્યું કે, હું ભારત આવી શકું છું? તો PM મોદીએ શું આપ્યો જવાબ? જાણો
ટ્રમ્પે વડાપ્રધાન મોદીને પુછ્યુ કે, શું હું આમંત્રિત છું? પરેશાન ના થાઓ, હું તમને માત્ર કહી રહ્યો છું કે, હું મુંબઈ આવી શકું છું.
હ્યૂસ્ટન: અમેરિકાના હ્યુસ્ટનમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમ યોજાયો હતો. 50 હજાર લોકોની સામે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ન પુછ્યો હતો કે, તેઓ નેશનલ બાસ્કેટબોલ એસોશિએશન (NBA)ની મુંબઈમાં યોજાનારી ગેમ જોવા માટે તેમને આમંત્રણ આપશે?
ભારતમાં આ સ્પોર્ટસ લીગની પ્રથમ મેચ હશે. ટ્રમ્પે કહ્યું હતું કે, અમે એ સુનિશ્ચિત કરવા ઈચ્છીએ છે કે ભારતીયોને દુનિયાની સૌથી સારી વસ્તુઓ મળે. ઝડપી જ ભારતીયો NBA બાસ્કેટ બોલની મજા માણી શકશે. લોકો ભારતમાં પ્રથમ NBA ગેમ જોવા મુંબઈમાં આવશે. ટ્રમ્પે વડાપ્રધાન મોદીને પુછ્યુ કે, શું હું આમંત્રિત છું? પરેશાન ના થાઓ, હું તમને માત્ર કહી રહ્યો છું કે, હું મુંબઈ આવી શકું છું.
NBAએ ગયા વર્ષએ ડિસેમ્બરમાં જાહેરાત કરી હતી કે, તે ભારતમાં પોતાની પ્રથમ મેચ રમાડશે. ઈન્ડિયાના પેસર્સ અને સૌક્રામેન્ટો કિંગ્સની ટીમ 4 અને 5 ઓક્ટોબરે પ્રી-સિઝન ગેમ રમશે.
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સહપરિવાર ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. મોદીએ કહ્યું હતું કે, અમે ઈચ્છીએ છે કે, તમે તમારા પરિવારની સાથે ભારત આવો અને તમારા સ્વાગત કરવાની તક અમને મળે. આપણી મિત્રતા અને ભારત અમેરિકાના સપનાને આપણે એક નવું ભવિષ્ય આપીશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion